પહેલીવાર ઇથિયોપિયા પહોંચ્યા મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ઇથિયોપિયા પહોંચ્યા. ઇથિયોપિયાના PM અબી અહમદ અલીએ નેશનલ પેલેસમાં તેમનું ઔપચારિક સ્વાગત કર્યું. નેશનલ પેલેસમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક કરી.
બેઠક દરમિયાન મોદીએ કહ્યું કે ઇથિયોપિયા આવીને તેમને ખૂબ જ ખુશી અનુભવાઈ રહી છે. PMએ કહ્યું કે આ તેમનો પ્રથમ ઇથિયોપિયા પ્રવાસ છે, પરંતુ અહીં પહોંચતા જ પોતાનાપણાનો અહેસાસ થયો.
તેમજ, PM મોદીને ઇથિયોપિયાના સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રેડ ઓનર નિશાન ઓફ ઇથિયોપિયા'થી નવાજવામાં આવ્યા. PM મોદીએ કહ્યું કે આ સન્માન મારા માટે ગૌરવની વાત છે.
બીજી તરફ ઇથિયોપિયાના પ્રધાનમંત્રી અહમદ અલીએ મોદીની વિચારધારાના વખાણ કર્યા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી હંમેશા એ વાત કહે છે કે આફ્રિકા સાથેની ભાગીદારી તેની જરૂરિયાતો મુજબ હોવી જોઈએ.