પહેલા દિવસે મોદી જિનપિંગને મળ્યા, આજે પુતિનને મળશે

આજે વડાપ્રધાન મોદીની ચીન મુલાકાતનો બીજો દિવસ છે. ગઈકાલે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વેપાર અને આતંકવાદ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને SCO સમિટમાં હાજરી આપી હતી.
આજે SCO સમિટનો છેલ્લો દિવસ છે. પીએમ તેમાં હાજરી આપશે અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળશે. આ દરમિયાન, ડિસેમ્બરમાં રશિયન રાષ્ટ્રપતિની ભારત મુલાકાત પર વિગતવાર વાતચીત થશે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પીએમ મોદી આજે SCO પરિષદને સંબોધિત કરશે. આમાં તેઓ ભારતના પ્રાદેશિક સહયોગ પર પોતાના વિચારો શેર કરશે. આ પછી, તેઓ રાષ્ટ્રપતિ પુતિનને મળશે અને પછી ભારત પરત ફરશે.
SCO સમિટમાં આવેલા તમામ નેતાઓએ ગઈકાલે એક ગ્રુપ ફોટો પડાવ્યો હતો, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પીએમ મોદી સાથે એક જ મંચ પર હાજર હતા.