અરજદારે સુપ્રીમ કોર્ટના જજને 'આતંકવાદી' કહ્યા:SCએ કહ્યું- તમને થોડા દિવસો માટે જેલા ભેગા કરવા પડશે

અરજદારે સુપ્રીમ કોર્ટના જજને 'આતંકવાદી' કહ્યા:SCએ કહ્યું- તમને થોડા દિવસો માટે જેલા ભેગા કરવા પડશે

300 અબજ ડૉલર એટલે કે 24,300 અબજ રૂપિયાનો ખર્ચ કરીને ફૂટબૉલ વર્લ્ડ કપના આયોજનને સફળ બનાવનાર કતાર બાદ સાઉદી અરબની આર્જેન્ટિના સામે જીતથી પાડોશી આરબ દેશ UAEની બેચેની વધારી છે. તે હવે ઓલિમ્પિક અથવા કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરીને આ હોડમાં આગળ રહેવા માંગે છે.

વાસ્તવમાં ક્રૂડથી સ્પોર્ટ્સ તરફ જવાનું આ વલણ આરબ દેશોના સ્પોર્ટ્સવોશિંગ અભિયાનનો હિસ્સો છે. સ્પોર્ટ્સવોશિંગ એટલે દરેક અયોગ્ય વસ્તુઓથી ધ્યાન હટાવવા માટે રમતગમતનો સહારો. માનવાધિકારોનું હનન, મહિલાઓને હકથી વંચિત રાખવી, પર્યાવરણ સાથે છેડછાડ જેવી વસ્તુઓથી હટીને સારી છબી બનાવવી. કતારે જ્યારે વિવાદસ્પદ રીતે ફિફા વર્લ્ડ કપની યજમાની હાંસલ કરી હતી ત્યારે તેની પાસે આયોજન માટે કોઇ મજબૂત માળખું ન હતું. કતારે સાત નવા સ્ટેડિયમ, 20 હજાર હોટલ રૂમ તેમજ એક નવી મેટ્રો લાઇન બનાવી હતી. સાઉદી અરબ 2029ની એશિયન ગેમ્સનું આયોજન પોતાના ફ્યૂચરિસ્ટિક મેગા સિટીમાં કરવા જઇ રહ્યું છે.

આ તે જ દેશ છે જે 3 વર્ષ પહેલાં પર્યટક વિઝા પણ આપતું ન હતું. ગ્રીસ અને ઇજિપ્તની સાથે મળીને સાઉદી અરબ 2030ના ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની માટે પણ બોલી લગાવવાની હોડમાં છે. દુબઇ સ્પોર્ટ્સ કાઉન્સિલના ચેરમેન શેખ મન્સૂર બિન મોહમ્મદ અનુસાર શહેરની અર્થવ્યવસ્થામાં રમત અને તેનાં આયોજનોનું યોગદાન 2.45 અબજ ડૉલર (19,900 કરોડ રૂપિયા) છે અને અંદાજે 10 લાખ નવી રોજગારીનું સર્જન થશે. એક અત્યાધુનિક ફૂટબોલ ગ્રાઉન્ડના નિર્માણની પણ યોજના છે.

ગ્રાં પ્રી એફ-1 રેસિંગના આયોજન બાદ અબુ ધામી અત્યારે ટી-10 ક્રિકેટ ટૂર્નામેન્ટનું સાક્ષી બન્યું છે. આ રમતના COO રાજીવ ખન્ના કહે છે કે સુવિધાઓ અને સહુલિયતને કારણે UAE કોઇ પણ રમતના આયોજન માટે પહેલી પસંદ બન્યું છે. પોતાની છબી સુધારવા ઉપરાંત રમત અને પર્યટન પર ભાર મૂકવો એ આરબ દેશોના અસ્તિત્વ માટે પણ જરૂરી છે.

UAEની GDPમાં ક્રૂડનું યોગદાન 90%થી ઘટીને 30% થયું
વર્ષ 2030 સુધી ક્રૂડ-ગેસ પરની નિર્ભરતા ખૂબ જ ઘટાડવા તેમજ પર્યાવરણ અનુકૂળ રીત અપનાવવા માટે સમયમર્યાદા નક્કી છે. કેટલાક દાયકા પહેલાં UAEની જીડીપીમાં ક્રૂડનું યોગદાન 90% હતું, જે હવે ઘટીને 30% થયું છે. પરિણામે રમત, પર્યટન, રિયલ એસ્ટેટ અને પરિવહનને નવી ઓળખ અપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow