Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
morbi

મોરબી દુર્ઘટના મામલે સુપ્રીમમાં અરજી, સુઓમોટો સાથે ચલાવવા માગ

Gujaratnow2 min read
મોરબી દુર્ઘટના મામલે સુપ્રીમમાં અરજી, સુઓમોટો સાથે ચલાવવા માગ

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં ભોગ બનનાર લોકોના પરિવારજનોને રૂ. 25 લાખ વળતર આપવા મામલે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીને હાઈ કોર્ટમાં સુઓમોટો સાથે ચલાવવા રજૂઆત કરવામાં આવી છે.  ‌‌

ગુજરાત હાઈ કોર્ટે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના અંગે સુઓમોટો અરજી કરી હતી, જેમાં રાજ્ય સરકાર, મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપના માલિકો સામે અને વેધક સવાલો કર્યા હતા. જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કર્યો હતો. આ અંગેની સુનાવણી ગુરુવારે યોજાવાની હોવાથી સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીને તેની સાથે સાંભળવા દાદ માગવામાં આવી છે, જેની સામે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે રજિસ્ટ્રીમાં રજૂઆત કરવા આદેશ કર્યો હતો. મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની બે અરજી અને સુઓમોટો અરજી કરવામાં આવી છે.

એક અરજીમાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરાઈ છે. જ્યારે બીજી અરજીમાં વળતરની રકમ 25 લાખ આપવા અને જવાબદારો સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. સુઓમોટો અરજીમાં સરકાર અને નગરપાલિકાની બેજવાબદારી અને વળતર સહિતની બાબતે સવાલો કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પુલ હોનારત કેસમાં આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમિયાન એફએસએલે રિપોર્ટ સબમિટ કર્યો હતો, જેમાં પુલનું રિનોવેશન ગુણવત્તાયુક્ત ન હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ સસ્પેન્શન બ્રિજનો મુખ્ય કેબલ કાટ લાગેલો હતો તથા લોખંડની એંગલો પણ ખરાબ થઈ ગઈ હતી.તેના જોઇન્ટ્સ પણ ત્રણ ઇંચ જેટલા ખૂલી ગયા હતા.

Gujaratnow2 min read

Related News