રેપોરેટમાં વૃદ્ધિ છતાં પર્સનલ લોનનો ટ્રેન્ડ

રેપોરેટમાં વૃદ્ધિ છતાં પર્સનલ લોનનો ટ્રેન્ડ

માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન પર્સનલ લોનના આંકડાઓ દેશમાં વપરાશમાં વૃદ્ધિનો સંકેત આપે છે. ફેબ્રુઆરીમાં પર્સનલ લોનની માંગમાં વાર્ષિક 20.4%ની વૃદ્ધિ નોંધાઇ હતી. નાણાકીય વર્ષના પહેલા મહિના દરમિયાન એટલે કે એપ્રિલ-2022માં આ કેટેગરીની લોનમાં 14.7%ની વૃદ્ધિ જોવા મળી હતી. બેન્ક ઑફ બરોડાના રિસર્ચ રિપોર્ટ અનુસાર, વર્તમાન વર્ષના જાન્યુઆરી અને ગત વર્ષના ડિસેમ્બર દરમિયાન પર્સનલ લોનનો ગ્રોથ 20%થી વધુ રહ્યો હતો. ટ્રાન્સયુનિયન સિબિલના આંકડા અનુસાર ભારતમાં લોનની માંગમાં વૃદ્ધિ પાછળ યુવાઓની મોટી ભૂમિકા રહી છે.

સોનાનાં ઘરેણાં પર લોનના ટ્રેન્ડમાં ફેરફાર
એપ્રિલ 2022માં સોનાના ઘરેણાં ગિરવે રાખીને લેવાયેલ લોનની માંગમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. મેમાં લોનની માંગમાં 2.9%નો ઘટાડો હતો.એફડી પર લોનમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઇલોન કેટેગરી એપ્રિલ-22 ફેબ્રુ.-23એફડી પર લોન 12% 43.0%ક્રેડિટ કાર્ડ 20% 29.2%એજ્યુકેશન લોન 6.2% 16.0%વ્હીકલ લોન 11.5% 23.4%ગોલ્ડ લોન -3% 20.0%કન્ઝ્યુમર ડ્યૂરે. લોન 64.9% 39.4%અન્ય પર્સનલ લોન 19% 25.8%કુલ પર્સનલ લોન 14.7% 20.4%

ફેબ્રુઆરીમાં પર્સનલ લોનનો વૃદ્ધિદર 20 ટકાથી વધુ
​​​​​​​હાઉસિંગ લોનનો વૃદ્ધિદર સતત 9 મહિનાથી 15%થી વધુગત નાણાકીય વર્ષે ફેબ્રુઆરી સુધી સતત 9 મહિના દરમિયાન હાઉસિંગ લોનનો વૃદ્ધિદર સતત 15%થી ઉપર રહ્યો હતો, જે એપ્રિલમાં 13.8% હતો. ગત વર્ષે જૂનથી સતત આ કેટેગરીમાં લોનનો વૃદ્ધિદર 15%થી ઉપર રહ્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow