સવારે વહેલા ઉઠનારા લોકો સ્માર્ટ

સવારે વહેલા ઊઠીને કામ કરવું ફાયદાકારક હોય છે કે રાતે મોડે સુધી જાગીને. આ પ્રશ્નો પર વૈજ્ઞાનિકોનાં જુદા-જુદા અભિપ્રાય આવેલા છે. વર્તમાન સમયમાં થયેલા એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, સવારે વહેલા ઊઠનારા લોકો વધુ પડતા સ્માર્ટ હોય છે. આ લોકો પોતાની વાતને ખૂબ જ સારી રીતે કહી શકે છે અને તે બીજાને સારી રીતે સમજાવી પણ શકે છે. આ પ્રકારના લોકો સમસ્યાઓનું સમાધાન શોધવામાં સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે.
કેનેડાની ઓટાઓટાવાવા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, કોઈ વ્યક્તિના રુટિન અને તેના સૂવાના સમયનો તેની બુદ્ધિમતા આંક સાથે શું સંબંધ છે? તેમાં તમામ ઉંમરનાં લોકોને સામેલ કરવામાં આવ્યા છે. લોકોની ગતિવિધિઓને ટ્રેક કરવા માટે એક ડિવાઈસ પણ પહેરાવવામાં આવ્યું હતું.
બાળકોની પસંદગી રાત્રે જાગવું, પુખ્ત વયનાં લોકોમાં વિપરિત સ્થિતિ
સંશોધનમાં લોકોની બોડી ક્લોકની ઓળખ કરવામાં આવી કે, તે રાતે મોડે સુધી જાગે છે કે સવારે વહેલા ઊઠે છે. પરિણામોમાં એ સામે આવ્યું કે, મોટાભાગનાં બાળકો રાત્રે મોડા સુધી જાગવાનું પસંદ કરે છે તો બીજી તરફ પુખ્ત વયના લોકો સવારે વહેલા ઊઠવાનું પસંદ કરે છે.

જો તમે વહેલી સવારે ઉઠશો, તો તમને વધુ આરામ મળશે.
આવા જ એક અન્ય સંશોધનમાં સામે આવ્યું છે કે, જે લોકો મોડી રાત સુધી જાગે છે તેમના મગજને ઓછો આરામ મળે છે. તેથી તેઓ કામ પર ઓછું ધ્યાન આપી શકે છે અને કામ પરની પ્રતિક્રિયા પણ ખૂબ જ ધીમી આપે છે. તેઓ આખો દિવસ ઊંઘે જ છે. બીજી તરફ સવારે વહેલા ઊઠનારા લોકોને પૂરતો આરામ મળી રહે છે. પૂરતો આરામ મળી રહેવાથી આખો દિવસ ઓછી ઊંઘ આવે છે અને પ્રદર્શન પણ સારુ રહે છે. કેટલીકવાર શરીરનાં મેટાબોલિઝમ, આંખોના રેટિના અને બોડી ક્લોકમાં સામેલ જીન તમારો સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરે છે.
સવારનાં સમયે બાળકો શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતા નથી
બાળકો મોડી રાત સુધી જાગવાનું પસંદ કરે છે, આ કારણોસર તે સવારે ઊઠીને સારું પ્રદર્શન કરી શકતા નથી. મોટી ઉંમરના લોકો માટે સવારનો સમય યોગ્ય છે. આવી સ્થિતિમાં, બાળકો તેમની બોડી ક્લોક મુજબ નહીં પણ તેમના માતા-પિતા મુજબ સવારે શાળાએ જાય છે.