Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
food

જે લોકો વધારે તીખું-તમતમતું પસંદ છે તેઓ પોતાની જાતને આકર્ષક સમજે છે

Gujaratnow2 min read
જે લોકો વધારે તીખું-તમતમતું પસંદ છે તેઓ પોતાની જાતને આકર્ષક સમજે છે

જે લોકો વધુ તીખું-તમતમતું અને મસાલેદાર ખાઈ છે તે લોકોની જિંદગી પણ સ્પાઈસી હોય છે, હાલમાં જ કરવામાં આવેલા એક સર્વમાં આ દાવો 2 હજાર અમેરિકી લોકો પર કરવામાં આવ્યો છે. આ રિસર્ચના પરિણામ પરથી ખબર પડી છે કે, મસાલેદાર જમવાની આદતને તમારી પર્સનાલિટી સાથે ગાઢ સંબંધ છે.

93% લોકોને તીખું-તમતમતું જમવાનું પસંદ
તો સર્વે મુજબ 93% લોકોને જમવામાં તીખું અને મસાલેદાર જમવાનું પસંદ છે. તેમાં પણ એક રેન્જ છે. જ્યારે 36% લોકોજમવામાં મીડીયમ તીખું ખાવાનું પસંદ કરે છે, તો બીજી તરફ 33% લોકો ઓછું તીખું ખાવાનું ઇચ્છે છે અને 24% લોકો વધુ તીખું ખાવાનું પસંદ કરે છે. ત્યાં ફક્ત 7% લોકો છે જેઓ બિલકુલ તીખું ખાતા નથી.

મસાલેદાર ખાનારા 76% લોકો વધુ સાહસિક છે
સર્વેક્ષણમાં ભાગ લેનારાઓની સંખ્યામાંથી જે લોકોને તીખું ખાવાનું પસંદ કરે છે, તે 21% પોતાને બહિર્મુખ માને છે. તો બીજી તરફ 54% પોતાને સર્જનાત્મક, 51% આત્મવિશ્વાસ અને 44% હિંમતવાન માને છે. 76% ઓછું તીખું ખાનાર લોકોની સરખામણીએ પોતાને વધારે સાહસિક, 62% વધુ આકર્ષક અને 66% જીવનથી સંતુષ્ટ માને છે.

ઓછું તીખું ખાનારા લોકો શરમાળ
સર્વમાં જે લોકો પોતાને ઓછું તીખું કે ખાઈ છે તેવું જણાવ્યું છે તેમાં 41% પોતાને સહાનુભૂતિશીલ અને 37% શરમાળ માને છે. આ પૈકી 47% કૂતરાઓને વધુ પ્રેમ કરે છે. 50% મધ્યમ તીખું ખાનારા પોતાને શાંત અને 44% વિચિત્ર માને છે.

તીખું ખાનારા લોકો પાર્ટીની શાન હોય છે
તો સર્વેમાં 76% જેઓ વધુ મસાલેદાર ખોરાક પસંદ કરે છે તે લોકોને ટ્રાવેલિંગનો શોખ હોય છે. નવી-નવી વસ્તુ ટ્રાય કરવાને કારણે કોઈપણ પાર્ટીની જાન બની જાય છે. આ ઉપરાંત, 32% લોકો શાકાહારી અથવા ડાયટ ફોલો કરે છે. પરિણામો એમ પણ કહે છે કે, સ્પાઈસી ખાનારા 12% લોકો કન્યા રાશિ છે. આ ઉપરાંત મધ્યમ તીખું પસંદ કરતા 11% લોકોની રાશિ સિંહ છે. ધન રાશિ ધરાવતા 11% લોકોને તીખું બિલકુલ પસંદ નથી.

Gujaratnow2 min read

Related News