Zomato અને Swiggy પર ઑર્ડર કરતાં લોકો ખાસ જાણી લેજો, આ કંપની લઈ શકે છે મોટો નિર્ણય

Zomato અને Swiggy પર ઑર્ડર કરતાં લોકો ખાસ જાણી લેજો, આ કંપની લઈ શકે છે મોટો નિર્ણય

ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાની વાત કરવામાં આવે તો ઝોમેટો અને સ્વિગી ખૂબ જ લોકપ્રિય છે. લોકો ઘરે બેઠા કોઈપણ સમયે કોઈપણ રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવી શકે છે અને ઝોમેટો અને સ્વિગી ઘર સુધી ખાવાનું પહોંચાડી શકે છે. સાથે જ ફાસ્ટફૂડ મામલે ડોમિનોઝ પિત્ઝા પણ લોકોને પસંદ છે. અત્યાર સુધી ડોમિનોઝ પિઝા સ્વિગી અને ઝોમેટો દ્વારા ઓનલાઇન ઓર્ડર કરી શકાતા હતા, પરંતુ હવે ગ્રાહકો કદાચ સ્વિગી અને ઝોમેટો પર ડોમિનોઝ પિઝા ઓર્ડર નહીં કરી શકે. ડોમિનોઝ હવે સ્વિગી અને ઝોમેટો તરફ મોટું પગલું ભરી શકે છે.

ખુલાસો થયો
ડોમિનોઝ પિઝા ઇન્ડિયા ફ્રેન્ચાઇઝી લોકપ્રિય ફૂડ ડિલિવરી એપ્લિકેશન ઝોમેટો અને સ્વિગી પર ઓર્ડર લેવાનું બંધ કરી શકે છે. ડોમિનોની હોલ્ડિંગ ફર્મ જુબિલન્ટ ફૂડવર્ક્સે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયામાં એક ગોપનીય ફાઇલિંગમાં આ જાણકારી આપી હતી. રોયટર્સના રિપોર્ટ અનુસાર, કંપનીએ 19 જુલાઈએ CCIને લખેલા પત્રમાં કહ્યું હતું કે, "કમિશનના દરમાં વધારો થવાના કિસ્સામાં, જુબિલન્ટ તેના વધુ વ્યવસાયોને ઓનલાઇન રેસ્ટોરન્ટ પ્લેટફોર્મથી ઇન-હાઉસ ઓર્ડરિંગ સિસ્ટમમાં ખસેડવા અંગે વિચારણા કરશે."

જવાબ માંગવામાં આવ્યો
CCIએ ઝોમેટો અને સ્વિગીની કથિત સ્પર્ધા વિરોધી પ્રથાઓની તપાસના ભાગરૂપે ડોમિનોઝ ઇન્ડિયા ફ્રેન્ચાઇઝી અને અન્ય કેટલીક રેસ્ટોરાં પાસેથી જવાબ માંગ્યો હતો. તેના પ્રતિસાદના ભાગરૂપે ડોમિનોઝ ઇન્ડિયાએ એમ પણ જણાવ્યું હતું કે જુલાઇ દરમિયાન ભારતમાં તેનો લગભગ 27 ટકા બિઝનેસ ઓનલાઇન પ્લેટફોર્મ પરથી થયો હતો, જેમાં તેની મોબાઇલ એપ્સ અને વેબસાઇટ્સનો પણ સમાવેશ થાય છે.

વધારે ચાર્જિસ
સીસીઆઈએ એપ્રિલમાં ઝોમેટો અને સ્વિગીમાં તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI)એ આ એપ્સ પર વધુ પડતા કમિશન અને અન્ય પ્રતિસ્પર્ધાત્મક પ્રથાઓનો આરોપ લગાવ્યો હતો. રેસ્ટોરન્ટ બોડીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઝોમેટો અને સ્વિગી દ્વારા લેવામાં આવેલું કમિશન 20-30 ટકાની રેન્જમાં હતું.

નફામાં ઘટાડો
રોયટર્સના એક રિપોર્ટ અનુસાર, ઇન્ડસ્ટ્રીના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે નામ જાહેર કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે ઝોમેટો અને સ્વિગીનું કમિશન ડોમિનોઝ અને અન્ય ઘણી રેસ્ટોરાં માટે ચિંતાનો વિષય છે. જો કમિશનમાં વધુ વધારો કરવામાં આવશે તો તેઓ ધંધાનો નફો ઘટાડશે અને ફરી દબાણ ગ્રાહકો પર પડશે.

ઝોમેટો-સ્વિગી પર તપાસ
સીસીઆઈએ એપ્રિલમાં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને સ્વિગીની કથિત અયોગ્ય બિઝનેસ પ્રથાઓની તપાસના આદેશ આપ્યા હતા, ત્યારે NRAI દ્વારા પ્લેટફોર્મના રેસ્ટોરન્ટ ભાગીદારોની વર્તણૂક અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તે સમય દરમિયાન એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપનીઓએ કેટલીક બ્રાન્ડને વધારાનો ચાર્જ કે રેન્ટ કમિશન માટે પોતાની સુવિધા આપવાની ઓફર કરી હતી.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow