લોકો બહારથી ખાવાનું લાવીને ટોકિઝમાં ન ખાઈ શકે, સિનેમા માલિકોને રોકવાનો હક- સુપ્રીમ ચુકાદો

લોકો બહારથી ખાવાનું લાવીને ટોકિઝમાં ન ખાઈ શકે, સિનેમા માલિકોને રોકવાનો હક- સુપ્રીમ ચુકાદો

સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ કરી દીધું છે કે સિનેમા હોલના માલિકોને એ અધિકાર છે કે તેઓ ફિલ્મ જોવા આવતા લોકોને બહારથી ખાવાનું લાવતા અટકાવી શકે. જમ્મુ-કાશ્મીર મલ્ટિપ્લેક્સના માલિકોએ 18 જુલાઈ, 2018ના રોજ હાઈકોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા નિર્ણયને પડકાર્યો હતો, જેમાં ફિલ્મ જોનારાઓને સિનેમા હોલની અંદર બહારનું ખાવાનું લાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

સિનેમા હોલ માલિકની ખાનગી સંપત્તિ
હાઈકોર્ટને નિર્ણયને ફગાવતા ચીફ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ અને જસ્ટિસ પી એસ નરસિમ્હાની બેંચે કહ્યું કે, "સિનેમા હોલ તેના માલિકની ખાનગી સંપત્તિ છે. જ્યાં સુધી તે જાહેર હિત, સલામતી અને કલ્યાણની વિરુદ્ધ ન હોય ત્યાં સુધી આવા નિયમો અને શરતો નક્કી કરવાનો માલિકને અધિકાર છે.

જલેબી અથવા તંદૂરી ચિકન ખાઈને સીટ ગંદી કરો તો કોણ સાફ કરશે
ખંડપીઠે અરજદારને કહ્યું હતું કે સિનેમા હોલ જીમ અથવા ખાવા માટેનું સ્થળ નથી પરંતુ મનોરંજનનું સ્થળ છે. જો કોઈ હોલની અંદર જલેબી અથવા તંદૂરી ચિકન લાવે અને ખાઈને ખુરશી સાથે હાથ લૂંછે તો જે ગંદુ થશે તે કોણ સાફ કરશે, આવા કિસ્સામાં માલિકને હક છે કે તે બહારથી ખાવાનું લાવતા લોકોને રોકે. અરજદારે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે સિનેમા હોલની અંદર ખાવાનું સારુ મળતું નથી તેથી દર્શકોને મોંઘા ભાવે ટોકિઝમાંથી લેવું પડતું હોય છે. આવા કિસ્સામાં દર્શકોને બહારથી ખાવાનું લાવવું પડતું હોય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow