રાજકોટમાં પેડલર યુવતી ડ્રગ્સ સાથે ઝડપાઇ

રાજકોટમાં પેડલર યુવતી ડ્રગ્સ સાથે ઝડપાઇ

રંગીલા રાજકોટમાં ખુલ્લેઆમ ડ્રગ્સનો કાળો કારોબાર થઇ રહ્યો છે અને શહેરનું યુવાધન બરબાદ થઇ રહ્યું છે, અઠવાડિયા પૂર્વે જ શહેરમાં ક્યા સ્થળો પર ડ્રગ્સનો કારોબાર થાય છે, કોણ કોણ પેડલર છે અને પેડલરોનો ટાર્ગેટ બનતા યુવાઓની શું સ્થિતિ છે તે સહિતની માહિતી પ્રસિદ્ધ કરી હતી, અને આ વાતને સમર્થન આપતો દરોડો એસઓજીએ મંગળવારે પાડ્યો હતો.

પોલીસે રેસકોર્સમાંથી નામચીન પેડલર અમી ચોલેરાને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી હતી, પેડલર યુવતીએ નામચીન જલ્લાલુદીન પાસેથી જથ્થો મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે તે નામચીન ઇસમની શોધખોળ શરૂ કરી હતી.

કરણપરામાં રાજહંસ એપાર્ટમેન્ટમાં રહેતી અમી દિલીપ ચોલેરા (ઉ.વ.23) ડ્રગ્સના જથ્થા સાથે રેસકોર્સમાંથી પસાર થવાની છે તેવી માહિતી મળતાં એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલા અને પીએસઆઇ ડી.બી. ખેર સહિતના સ્ટાફે રેસકોર્સમાં બગીચા પાસે વોચ ગોઠવી હતી, કુખ્યાત પેડલર અમી ચોલેરા એક્ટિવામાં પસાર થતાં જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા અમીના પેન્ટના ખિસ્સામાંથી એક અને સ્કૂટરની ડેકીમાંથી બીજી પડીકી મળી આવી હતી, પડીકીમાં રહેલો પદાર્થ ડ્રગ્સ હોવાની દૃઢ શંકા હોય પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow