અનેક બીમારીથી છૂટકારો મેળવવામાં ગુણકારી સાબિત થશે મગફળી, તેના ફાયદા જાણી ચોંકી જશો

અનેક બીમારીથી છૂટકારો મેળવવામાં ગુણકારી સાબિત થશે મગફળી, તેના ફાયદા જાણી ચોંકી જશો

બાળકોથી લઈને મોટેરાંઓની પણ પ્રિય એવી મગફળી ખાવાની મજા જ કંઇક ઓર હોય છે. મગફળીને ગરીબોની બદામ પણ કહેવાય છે. મગફળીમાં એટલું પ્રોટીન હોય છે  

જેટલું દૂધ અને ઈંડાંમાં પણ નથી હોતું. મગફળીનું સેવન આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક મનાય છે. મગફળીમાં ગુડ ફેટ્સ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે. આ કારણે હેલ્થ એક્સપર્ટ વજન પર નિયંત્રણ રાખવા માટે સામાન્ય માખણની જ્ગ્યાએ પીનટ બટરના સેવન પર ભાર મૂકે છે.

બાળકોને સવારમાં પલાળેલી મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિમાં વધારો થાય છે. પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યુલેશનને નિયમિત કરે છે અને હૃદયની બીમારીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને સ્નાયુઓને પણ મજબૂત કરે છે.

- મગફળીના સેવનથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે હાઈ કાર્બોહાઈટ્રેટવાળા હેવી નાસ્તા પછી થોડા દાણા જો મગફળીના લેવાય તો શુગર કંટ્રોલમાં રહે છે.
- મગફળીમાં વિટામિન-બી૩ની માત્રા વધારે હોય છે, જે મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે.  


- મગફળીમાં એ‌િન્ટઓ‌િક્સડેન્ટ્સ સારી માત્રામાં હોય છે, જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને રોગ સામે લડવામાં શરીરને મદદ કરે છે.
- મગફળીના દાણા એનર્જીનો મોટો સ્રોત છે. આ કારણે જ વ્રત દર‌િમયાન ફળાહારમાં એનું સેવન વધારે કરાય છે. નિયમિત પલાળેલી કે શેકેલી મગફળીના ૨૦થી ૨૫ દાણા ખાવાથી ચમત્કારિક ફાયદા થાય છે.


- પલાળેલી મગફળીમાં ઓમેગા-૬ ફેટી એસિડ હોય છે, જે ‌સ્કિનની કોઇ પણ સમસ્યા દૂર કરવાની સાથે ત્વચામાં ‌નિખાર લાવે છે. મગફળી ચામડીના કોષોમાં બનતા ઓ‌િક્સડેશનને રોકે છે, સાથે ચામડીને નુકસાન કરતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. પલાળેલી મગફળી ગેસ અને એસિડિટીની સમસ્યા પણ દૂર કરવામાં પણ મદદ કરે છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow