અમેરિકનોને દેશભક્તિ

અમેરિકનોને દેશભક્તિ

25 વર્ષમાં અમેરિકનોની વિચારવાની રીતમાં ઝડપથી ફેરફાર થયો છે. એક રિસર્ચ અનુસાર અમેરિકનો ધર્મ, દેશભક્તિ અને બાળકો પેદા કરવા જેવાં પરંપરાગત મૂલ્યોને ઓછું પ્રાધાન્ય આપે છે. દરમિયાન પૈસાને પ્રાથમિકતા આપતા લોકોનો ગુણોત્તર 1998 બાદ વધ્યો છે. શિકાગો યુનિવર્સિટીમાં વૉલ સ્ટ્રીટ જર્નલ અને એનઓઆરસી દ્વારા કરાયેલા સરવેમાં 1 માર્ચથી 13 માર્ચની વચ્ચે કુલ 1019 લોકોએ ભાગ લીધો હતો.

સરવે અનુસાર હવે માત્ર 38% લોકો માટે દેશભક્તિ મહત્ત્વની છે. 1998માં આ આંકડો 70% હતો. આ જ સમય દરમિયાન માત્ર 39% લોકો જ ધર્મને મહત્ત્વ આપે છે. જ્યારે 1998માં ધર્મને જરૂરી માનતા લોકોની સંખ્યા 62% હતી. તદુપરાંત જીવનમાં સંતાન હોવાને જરૂરી માનતા લોકોની સંખ્યા પણ 25 વર્ષમાં 59%થી ઘટીને 30% થઇ ચૂકી છે. રિપોર્ટ બનાવનારા પોલ્સ્ટર બિલ મેકિનટર્ફનું માનવું છે કે આ ફેરફાર ઝડપી છે.

પૈસાને પ્રાધાન્ય આપતા લોકોની સંખ્યા 12 ટકા વધી
25 વર્ષ પહેલાં 1998માં પૈસાને મહત્ત્વ આપનારા 31% હતા જે 2023માં વધીને 43% થયા છે. જ્યારે પૈસાને પ્રાથમિકતા આપતા 1 ટકા અમેરિકનોના મતે યુએસનું અર્થતંત્ર ઉત્કૃષ્ટ સ્થિતિમાં છે. જ્યારે 5માંથી 4 લોકોને લાગે છે કે અર્થતંત્ર ખરાબ અથવા તો વધુ સારી સ્થિતિમાં નથી. જ્યારે સમાજમાં એકબીજા સાથે ભાગીદારી હોય એવું માનનારાની ટકાવારી 27% છે. અગાઉ 1998માં સમાજમાં 43% લોકો ભાગીદારીને મહત્ત્વ આપતા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow