'પઠાણે' તો હદ કરી નાખી ! કોપી છે શાહરૂખની ફિલ્મનુ ગીત 'ઝૂમે જો પઠાણ'? મળ્યો પુરાવો

'પઠાણે' તો હદ કરી નાખી ! કોપી છે શાહરૂખની ફિલ્મનુ ગીત 'ઝૂમે જો પઠાણ'? મળ્યો પુરાવો

પઠાણનુ નવુ ગીત 'ઝૂમે જો પઠાણ' કોપી હોવાનો દાવો

લ્યો આ તો હદ થઇ ગઇ. બેશરમ રંગ ગીત બાદ એક વખત ફરીથી પઠાણ પર ગીતની ધુન ચોરવાનો આરોપ લાગી રહ્યો છે. ગુરૂવારે પઠાણનુ નવુ ગીત 'ઝૂમે જો પઠાણ' રીલીઝ થયુ. રીલીઝની સાથે આ ગીત લોકોના મોંઢે ચઢી ગયુ. પરંતુ શુ તમે જાણો છો સોશિયલ મીડિયા યુઝર્સે આ વખતે પણ પઠાણના મ્યુઝિક કમ્પોજર વિશાલ-શેખરની ચોરી પકડવાનો દાવો કર્યો છે.

પઠાણને લઇને કેવો દાવો?

સોશિયલ મીડિયામાં દાવો છે કે પઠાણનુ નવુ ગીત 'ઝૂમે જો પઠાણ' કોપી છે. જેવુ 'ઝૂમે જો પઠાણ' રીલીઝ થયુ, સોશિયલ મીડિયામાં સુખવિન્દર સિંહનો એક જૂનો વીડિયો વાયરલ થવા લાગ્યો. યુઝર્સનો દાવો છે કે 'ઝૂમે જો પઠાણ' ગીતની ધુન સુખવિન્દર સિંહના ગીતથી કૉપી છે. બંને ગીતના બીટ્સમાં ઘણા અંશે સમાનતા લાગે છે. યુઝર્સ સુખવિન્દર સિંહના અને 'ઝૂમે જો પઠાણ' ગીતના કોલાજ વીડિયો બનાવીને બંને ગીતમાં સમાનતાઓ બતાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બંને ગીતનુ મ્યુઝીક ઘણુ સિમિલર લાગે છે. બસ પછી શુ હતુ પઠાણના નિર્માતાની ટ્રોલિંગ શરૂ થઇ ગઇ.  

કૉપી છે પઠાણનુ બીજુ ગીત?

એક શખ્સે લખ્યું, આ ગીત ફિલ્મ અર્જુન: ધ વૉરિયર પ્રિન્સના ગીત કર્મની તલવાર પરથી ચોરવામાં આવ્યું છે. આ ચીટિંગ છે અને ઓરિજનલ કમ્પોઝરને ક્રેડિટ આપવી જોઈએ. યુઝર્સને સુખવિન્દર સિંહના ગીતને કૉપી કરવાની વાત પસંદ આવી નથી. સુખવિન્દર સિંહનુ આ ગીત યુઝર્સને ખૂબ પસંદ આવ્યું હતુ. મહત્વનું છે કે ફિલ્મ પઠાણનુ ગીત 'ઝૂમે જો પઠાણ' અરિજીત સિંહે ગાયુ છે. જ્યારથી આ ગીત રીલીઝ થયુ છે ત્યારથી સોશિયલ મીડિયામાં હોબાળો થયો છે. આ ગીતને 22 કલાકમાં 18 મિલિયનથી વધુ વ્યુજ મળી ચૂક્યા છે. ગીતમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણનો આકર્ષક ડાન્સ અને કેમેસ્ટ્રી દેખાય છે. કિંગ ખાનનો શર્ટલેસ અવતાર પણ જોયો, જેનાથી ચાહકોનુ દિલ ખુશ થયુ.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow