ન્યુયોર્કના રોડ પર પટેલ વટ છે તમારો ! રોડ પર વરઘોડો કાઢતા ભુરીયાઓ પણ નાચવા લાગ્યા જુઓ વિડીઓ

ન્યુયોર્કના રોડ પર પટેલ વટ છે તમારો ! રોડ પર વરઘોડો કાઢતા ભુરીયાઓ પણ નાચવા લાગ્યા જુઓ વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આ વાત તો સત્ય છે. આજે વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે, ત્યારે હાલમાં જ ન્યૂયોર્કની ધરતી પર ગુજરાતીઓ એ વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો અને આ વીડિયો હાલમાં સોશીયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતીઓ પોતાનાં રીતિ રિવાજો ક્યારેય નથી ભૂલતા.

ગુજરાતીઓ લગ્ન તો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ત્યારે હવે તો ભારતની જેમ અમેરિકામાં વસતા ભારતીયો પણ જાજરમાન લગ્ન કરે છે. આ વાતને સાબિત કરતો એક વિડીયો સામે આવ્યો છે. ન્યૂયોર્ક સિટીમાં દેશી લગ્નએ ઓનલાઇન ધ્યાન ખેંચ્યું છે. જેમાં મહેમાન જોશ અને ઉત્સાહમાં લગ્નની ઉજવણી કરતા જોવા મળ્યા છે. ઘણા ભારતીય અમેરિકનો ન્યૂયોર્કની શેરીઓમાં ધસી આવ્યા હતા અને પરંપરાગત પોશાકમાં ઝૂમી રહ્યા હતા.

આ વિડીયો ઇન્સ્ટાગ્રામ થઈ રહ્યો છે અને આ વીડિયો સૂરજ પટેલે શેર કર્યો છે અને આ વીડિયોમાં તે પણ ડાન્સ કરી રહ્યા છે. સૂરજ પટેલના ભાઈ લગ્ન હતા અને તેમણે લગ્ન સમારોહ દરમિયાન ડાન્સ કરતી વખતે આખો બ્રોડવે બંધ કરાવી દીધો હતો. તમે વર-કન્યાને પણ જાન સાથે નાચતા જોઈ શકો છો.

સૂરજ પટેલ અમેરિકી કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર છે. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, મારું હૃદય છલકાઈ ગયું છે, કારણ કે મારો પરિવાર મારા ભાઈના લગ્ન માટે આવા અવિશ્વસનીય પ્રસંગ માટે અહીં આવ્યો છે, NYCની શેરીઓમાં ખૂબ જ પ્રેમ અને ઊર્જા છે.આ વિડીયોના કારણે કેટલાકે રસ્તો રોકી દેવા બદલ ગુસ્સો પણ ઠાલવ્યો છે.

એક યુઝરે કમેન્ટ કરી હતી કે, તમને વ્યક્તિગત ઇવેન્ટ માટે બ્રોડવે બંધ કરવાની મંજૂરી કેમ આપવામાં આવે છે? શું આ લોકો માટે ગંભીર તકલીફ નથી?આ કારણે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ, પરીક્ષા માટે રાહ જોતો બાળક અને કામ પર જતાં લોકો મોડા પડ્યા હશે. વિડિયમાં લોકોએ વીવીધ રીએકશન આપ્યા છે અને વિડીયોને એનેક લાઇક્સ મળી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow