કાર્તિક આર્યન અને સારા વચ્ચે થઈ ગયું પેચઅપ? વાયરલ થઈ એવી તસવીરો કે ખૂલી ગઈ પોલ

કાર્તિક આર્યન અને સારા વચ્ચે થઈ ગયું પેચઅપ? વાયરલ થઈ એવી તસવીરો કે ખૂલી ગઈ પોલ

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને સારા અલી ખાન વચ્ચેના સંબંધ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. ફિલ્મ 'લવ આજ કલ 2' ફિલ્મથી બનેલ કપલ તેમના નવા વર્ષની ઉજવણી માટે હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે.  

જણાવી દઈએ કે કાર્તિક આર્યન અને સારા અલી ખાને રવિવારે રાત્રે એક જ જગ્યા પરથી કેટલીક અલગ અલગ તસવીરો શેર કરી હતી.જો કે બંને કોઈ ફોટોમાં એક સાથે જોવા મળ્યા ન હતા પણ બંનેનું સ્ટેટસ જોઈને અંદાજ લગાવી શકાય છે કે એ બંને એક જ જગ્યા પર સાથે હતા.  

બંને એ એકસાથે નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું
જણાવી દઈએ કે 'લવ આજ કલ-2' ના શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યન અને સારા અલી ખાન વચ્ચેના સંબંધોને લઈને બંને ઘણી ચર્ચાનો ભાગ બન્યા હતા.જોકે, ફિલ્મ ફ્લોપ થઈ ગયા બાદ બંને દૂર થઈ ગયા હતા.પણ હાલ 31 ડિસેમ્બરની પાર્ટીને લઈને બંનેના સોશિયલ મીડિયા સ્ટેટસ વિશે વાત કરી તો સારા અલી ખાને ગ્લાસ ક્રિસમસ ટ્રીમાં ઉભેલી એક તસવીર શેર કરી જેમાં તેણે તેના લોકેશન Claridgeને ટેગ કર્યું હતું.

હંમેશા આસપાસ દેખાય છે કાર્તિક-સારા
તે જ સમયે એ જગયા પરથી કાર્તિક આર્યને એક રેસ્ટોરન્ટની બહાર ચાની ચૂસકી લેતા તેમની તસવીર શેર કરી હતી.કાર્તિક આર્યને કેપ્શનમાં લખ્યું- મારા માટે માત્ર બ્લેક ટી. જણાવી દઈએ કે જ્યારે કાર્તિક આર્યન પેરિસમાં હતો ત્યારે સારા અલી ખાન તેના ભાઈ સાથે લંડન જઈ રહી હતી. બંને પોતાના સંબંધોને લઈને હંમેશા ચૂપ રહ્યા છે પણ ઘણી જગ્યા પે બંને એક સાથે નજર આવે છે.  

‌‌

કાર્તિક આર્યન અને સારા હજુ પણ સાથે છે
ભલે આવા સમાચાર ઘણી વખત આવ્યા જ્યારે કહેવામાં આવ્યું કે કાર્તિક આર્યન અને સારા અલી ખાન અલગ થઈ ગયા છે પણ કોઈપણ જાહેર કાર્યક્રમમાં કે કોઈ એવોર્ડ શોમાં બંને હસતા અને ઘણી વાતો કરતા નજર આવ્યા છે. હવે નવા વર્ષ પર બંનેની તસવીરોથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કાર્તિક અને સારા ભલે લોકો સામે અને દેખાડો કરવા અલગ થઈ ગયા હોય પણ ક્યાંકને ક્યાંક આ સુંદર કપલ હજી પણ સાથે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow