રાજકોટથી મુંબઈ જવા હવે યાત્રિકોને રોજ 4 ફ્લાઈટ મળશે

રાજકોટથી મુંબઈ જવા હવે યાત્રિકોને રોજ 4 ફ્લાઈટ મળશે

રાજકોટથી મુંબઈ જવા માટે હવે રાજકોટના યાત્રિકોને દરરોજ ચાર ફ્લાઈટ મળશે. તાજેતરમાં જ એર ઇન્ડિયા અને ઈન્ડિગોની સવારની નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવતા એર ફ્રીક્વન્સીમાં વધારો થયો છે. અત્યાર સુધી મુંબઈ જવા માત્ર સાંજે જ બે ફ્લાઈટ ઉપલબ્ધ હતી.

પરંતુ હવે બે ફ્લાઈટ સવારે અને બે ફ્લાઈટ સાંજે એમ કુલ ચાર ફ્લાઈટ ઉપલબ્ધ થતા યાત્રિકોને રાહત થઇ છે. ચાર ફ્લાઈટ પૈકી ઈન્ડિગોની ફ્લાઈટ સવારે 08.15 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 08.45 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે. જ્યારે બીજી ફ્લાઈટ બપોરે 12.15 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 12.45 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે.

આ ઉપરાંત સાંજના સમયે એર ઇન્ડિયાની મુંબઈની ફ્લાઈટ 17.35 કલાકે મુંબઈ એરપોર્ટ પરથી રાજકોટ આવવા ઉડાન ભરશે અને 17.40 કલાકે રાજકોટમાં લેન્ડ થશે. જ્યારે સાંજની બીજી ફ્લાઈટ ઈન્ડિગોની 18.40 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 19.10 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે.

છેલ્લા ઘણા સમયથી રાજકોટથી મુંબઈ જવા માટેની સવારની ફ્લાઈટ શરૂ કરવા માટે માગણી ઊઠી હતી. સવારે ફ્લાઈટ શરૂ કરવામાં આવતા રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગકારો સવારે ફ્લાઈટમાં મુંબઈ જઈને પોતાનું કામ પતાવીને સાંજની ફ્લાઈટમાં રાજકોટ પરત આવી શકશે. ઉલ્લેખનીય છે કે, હિરાસર એરપોર્ટ શરૂ થયા અન્ય શહેરોની પણ ફ્લાઈટ શરૂ થઈ શકે છે.

Read more

રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનર પાસેથી 150 લોકોનું લિસ્ટ મળ્યું!

રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનર પાસેથી 150 લોકોનું લિસ્ટ મળ્યું!

ગત 14 જુલાઈ, 2025ના રોજ ખોટી રીતે TDS મેળવવા અને કર માફીના લાભ મેળવવા બદલ આવકવેરા વિભાગે ગુજરાતમાં કુલ 15 સ્થળોએ એકસાથે દરોડાની કાર્યવાહી હાથ

By Gujaratnow
પટનાની હોસ્પિટલમાં 30 સેકન્ડમાં ગેંગસ્ટરની હત્યા

પટનાની હોસ્પિટલમાં 30 સેકન્ડમાં ગેંગસ્ટરની હત્યા

ગુરુવારે પટનાની પારસ હોસ્પિટલમાં ગેંગસ્ટર ચંદન મિશ્રાની ફિલ્મી શૈલીમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

By Gujaratnow