પારસીઓ સ્વજનોની લાશને સ્પર્શ પણ કરતા નથી:9 ફૂટ દૂરથી અંતિમ દર્શન, કૂતરો તપાસે છે કે મૃતદેહમાં શેતાન તો નથીને!

પંથ, ધર્મ, આસ્થા, વિશ્વાસ અને પૂજા…
આ લોકજીવનની વારસાગત માન્યતાઓ છે. એ પણ એવી, જેની આસપાસ સેંકડો રીત-રિવાજો અને પરંપરાઓ જોડાયેલી છે, ન જાણે કેટલા પૂર્વજો અને વર્ષોથી. જો તમે ઈતિહાસ ઉખેડો, તો આશ્ચર્યથી તમારી આંખો ફાટી જશે.
તાજેતરમાં ઓફિસમાં બેસીને અમે આવા રિવાજો સામે લાવવાનું વિચારી રહ્યા હતા. ત્યારે અચાનક દેશના મોટા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુના સમાચાર આવ્યા.
અગાઉ જાણવા મળ્યું હતું કે સાયરસ મિસ્ત્રીના અંતિમસંસ્કાર પારસી પરંપરા મુજબ કરવામાં આવશે, એટલે કે મૃતદેહને કોઈપણ કપડાં વગર ખુલ્લામાં છોડી દેવામાં આવશે. ગીધ જેવા પંખીઓના ખાવા માટે. થોડા સમય પછી સમાચાર આવ્યા કે આવું નહીં થાય. તેમને દફનાવવામાં આવશે.