સંસદને કાયદો બનાવવાનો હક છે, તો અમને સમીક્ષાનો : સુપ્રીમકોર્ટ

સંસદને કાયદો બનાવવાનો હક છે, તો અમને સમીક્ષાનો : સુપ્રીમકોર્ટ

સુપ્રીમ કોર્ટે કોલેજિયમ સિસ્ટમ મુદ્દે કેન્દ્ર સરકારને આકરી ભાષામાં ફટકાર લગાવી છે. જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે ગુરુવારે કોલેજિયમ અંગેની અરજીની સુનાવણીમાં કહ્યું કે, સંસદને કાયદો બનાવવાનો હક છે, તો સુપ્રીમ કોર્ટને પણ કાયદાની સમીક્ષા (સ્ક્રૂટિની) કરવાનો હક છે.

ઉચ્ચ બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો દ્વારા કોલેજિયમ સિસ્ટમની ટીકા કરવી અયોગ્ય છે. કેટલાક લોકોના વિરોધથી તે સિસ્ટમ ખતમ નહીં થાય. બેન્ચે એટર્ની જનરલ વેંકટરમણિને કહ્યું કે, તમે સરકારને જણાવો કે કોલેજિયમ સિસ્ટમ દેશનો કાયદો છે અને તેનું પાલન થવું જોઇએ. કાલે તેઓ કહેશે કે, પાયાનું માળખું પણ બંધારણનો ભાગ નથી, તો શું તેને પણ હટાવી દેશો?

બીજી તરફ, ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજ્યસભામાં પોતાના પહેલા સંબોધનમાં નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ્સ કમિશન (એનજેએસી)નો મુદ્દો ઉઠાવ્યો હતો. ધનખડે કહ્યું હતું કે, 2015માં સુપ્રીમ કોર્ટ દ્વારા એનજેએસીને ફગાવી દીધો હતો, જે જનાદેશનું અપમાન કરનારું પગલું હતું.

જનાદેશના સંરક્ષક લોકસભા અને રાજ્યસભાએ એનજેએસી પસાર કર્યો હતો. અગાઉ કાયદા મંત્રી કિરેન રિજીજુએ પણ કોલેજિયમ સિસ્ટમને જનવિરોધી ગણાવીને ટીકા કરી હતી. તેઓ અનેક વાર જાહેરમાં એનજેએસીનું સમર્થન કરી ચૂક્યા છે.

કેટલાક કાયદાનો વિરોધ થાય છે, તો શું આપણે એ કાયદા રદ કરી દઇશું?

જસ્ટિસ કૌલઃ સમાજનો એક વર્ગ સંસદે બનાવેલા અમુક કાયદા સાથે સંમત નથી. શું કોર્ટ તેના આધારે તે કાયદા પણ રદ કરી દેવા જોઈએ?


એટર્ની જનરલ વેંકટરમણિઃ કોર્ટે પાછલી સુનાવણીના નિર્દેશોની સરકારને જાણકારી આપી છે. હવે ઝડપથી વિવાદિત મુદ્દા ઉકેલાઇ જશે.


જસ્ટિસ કૌલઃ આ અંતહીન લડાઇની જેમ ના ચાલી શકે. આ મામલાનો ઝડપી ઉકેલ લાવો. હજુ સુપ્રીમ કોર્ટે અવમાનનાની નોટિસ જારી નથી કરી.


જસ્ટિસ કૌલઃ કોલેજિયમ તરફથી મોકલેલા નામોમાં સરકાર તરફથી મોડું કરવું અયોગ્ય છે. નામો અટકાવવાથી સમગ્ર સિસ્ટમમાં ખલેલ પડે છે.


વરિષ્ઠ વકીલ વિકાસ સિંહઃ બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો સુપ્રીમ કોર્ટના ન્યાયિક પુનરાવલોકનના અધિકારને પડકારે તે અયોગ્ય છે.


જસ્ટિસ વિક્રમ નાથઃ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિશે અયોગ્ય ટિપ્પણીઓ ના કરવી જોઈએ. એજી સરકારને આ પ્રકારના નિવેદનો રોકવા અંગે કહે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow