બાળકોના વધતા સ્ક્રીન ટાઇમથી પેરેન્ટ પરેશાન

બાળકોના વધતા સ્ક્રીન ટાઇમથી પેરેન્ટ પરેશાન

પોતાનાં બાળકોને કારણે માતા-પિતા કોઇ ને કોઇ બાબતે ચિંતાતુર રહે છે. તેનાં કારણ જુદાં જુદાં હોઇ શકે છે. આ સંબંધમાં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીની ચિલ્ડ્રન્સ હોસ્પિટલે ‘નેશનલ પોલ ઓન ચિલ્ડ્રન હેલ્થ’ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમાં જાણવા મળ્યું કે એક દાયકા પહેલાં મોટા ભાગનાં માતા-પિતા બાળકોમાં સ્થૂળતાને લઇને ચિંતાતુર રહેતાં હતાં હવે આ ચિંતા રહી નથી. પરંતુ નવી ચિંતા માતાપિતાને સતાવવા લાગી છે. હવે પહેલા નંબર પર ચિંતા બાળકોના સ્ક્રીન ટાઇમને લઇને છે.

બાળકો સોશિયલ મીડિયાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં. જેનાથી માતાપિતા ચિંતિત છે. રિપોર્ટ મુજબ બાળકોને લઇને ચિંતાના ટોપ-10 મુદ્દામાં સ્ક્રીન ટાઇમ, સોશિયલ મીડિયાનો ઉપયોગ છે. આની સાથે ભાવનાત્મક આરોગ્ય અને ટેક્નોલોજીનો ઉપયોગ પણ થઇ રહ્યો છે. સરવેમાં અડધાથી વધુ માતા-પિતા માનસિક આરોગ્યના મુદ્દાઓને લઇને વધારે પરેશાન દેખાયાં છે. ચિલ્ડ્રન્સ હોસ્પિટલ સાથે જોડાયેલી સરવે એજન્સી મોટ પોલના કો- ડાયરેક્ટર અને બાળરોગ નિષ્ણાત સુસાન વૂલફોર્ડે કહ્યું છે કે માતા-પિતા હજુ પણ ભોજનની ખરાબ ટેવ અને સ્થૂળતાને લઇને ચિંતા કરે છે.

Read more

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow
અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ બુધવારે જે રશિયન જહાજ મેરિનેરાને પકડ્યું હતું, તેના પર ત્રણ ભારતીય નાગરિકો પણ સવાર હતા. આ માહિતી રશિયન ન્યૂઝ એજન્સી રશિયા ટુડે

By Gujaratnow