જાખલા પ્રાથમિક શાળાના બાળકોને ખુલ્લામાં બેસાડીને ભણાવતાં વાલીઓમાં વ્યાપેલો રોષ

જાખલા પ્રાથમિક શાળાના બાળકોને ખુલ્લામાં બેસાડીને ભણાવતાં વાલીઓમાં વ્યાપેલો રોષ

ઉમરેઠ તાલુકાના જાખલા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બાળકોને ખુલ્લા આકાશ નીચે ભણવા ની ફરજ પડી રહી છે.1 થી8 ધોરણની શાળામાં બાળકો ને બેસવા વ્યવસ્થાના અભાવે ત્રણ જગ્યાએ બેસાડીને ભણવા બેસવું પડે છે. આણંદ જિલ્લામાં અનેક જૂના ઓરડા બનાવવાની જરૂર હોવાનું સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત રાજ્ય સરકાર ને રજૂઆત કરવા માં આવી છે.વારંવાર માંગ કર્યા બાદ માંડ બે વર્ષે 800 જેટલા ઓરડા માંથી 600 જેટલા નવી રૂમો બનાવવાની મંજૂરી મળી છે .જેમાં ખાસ જોખમી સ્થિતિ હોય તેવી શાળાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

ઉમરેઠ તાલુકાના જાખલા ખાતે આવેલ પ્રાથમિક શાળા હાલ નવી બનાવવા માં આવી રહી છે.આ શાળા માં અંદાજે 170 જેટલા બાળકો અભ્યાસ કરે છે.શિક્ષણ વિભાગ દ્વારા બાળકો ને ભણવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં ઉપેક્ષા દાખવતા હાલ ઠંડી ની સીઝન માં ખુલ્લા માં બેસીને ભણવા ની ફરજ પડી રહી છે.

આ અંગે ગામના લોકો ના જણાવ્યા મુજબ તંત્ર એ કોઈ પણ આયોજન વિના જ શાળા નવી બનાવવા માટેની શરૂઆત કરી દીધી છે.ગામના કોમ્યુનિટી હોલ ખૂબ જૂનો છે.જ્યાં લાઇટ પંખા ની કોઈ વ્યવસ્થા જ નથી.ટૂંક સમયમાં શરૂ થનાર ઉનાળા ની કાળઝાળ ગરમીમાં બાળકો અભ્યાસ કેવી રીતે કરશે તે બાબત વાલીઓમાં ચિંતા નો વિષય બની છે. ગામના સરપંચ દ્વારા હાલ કોઈ વિકલ્પ ન હોવા ના કારણે ગ્રામ પંચાયત કચેરી,મહાદેવ ના મંદિર પાસે અને કોમ્યુનિટી હોલ ખાતે ધોરણ1 થી 8 ના વિદ્યાર્થીઓને અલગ અલગ બેસવા ની વ્યવસ્થા કરી છે..જોકે હાલ માં જ શાળા નું પાયા નું કામ પૂર્ણ થયું છે .શાળા પૂરેપૂરી તૈયાર ના થાય ત્યાં સુધી ઠંડી,ગરમી માં બેસવા ની ફરજ પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.ચાર માસ માં શાળા નું બાંધકામ પૂર્ણ નહિ થાય તો ચોમાસા માં બાળકો ને કયા બેસાડવા તે પ્રશ્ન ચર્ચા નો વિષય બન્યો છે.

બાળકોની પરીક્ષાનું આયોજન કેવી રીતે કરાશે?
વર્ષ દરમિયાન બાળકો કેટલું અને કેવું ભણ્યા એ માટે એપ્રિલ મે મહિના માં પરીક્ષા લેવા માં આવે છે.બંધ રૂમ ને બદલે જાહેર માં ત્રણ જુદી જુદી જગ્યાએ બાળકો પેપર કઈ રીતે લખશે. આ ગંભીર બાબત પણ નું આયોજન કરવામાં આવે તેમ લોક માંગ ઉઠવા પામી છે.

બાળકોને બેસવા માટે 3 જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે
જાખલા પ્રાથમિક શાળા ના આચાર્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સમસ્યા અંગે જરૂરી જગ્યા માટે સરપંચ ને ધ્યાન દોર્યું હતું જેઓ એ હાલ વૈકલ્પિક ત્રણ જગ્યાએ વ્યવસ્થા કરી છે શાળાનું બાંધકામ વહેલી તકે પૂર્ણ થાય અને બાળકોના અભ્યાસ પર માઠી અસરના થાય તે બાબતે ધ્યાન રાખવા માં આવી રહ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow