ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક!

ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક!

સ્પર્ધાત્મક અને કોલેજ સહિતની પરીક્ષાનાં પેપર ફૂટવાનો સિલસિલો છેલ્લા કેટલાક સમયથી થંભી ગયો હતો સેમેસ્ટર-5ની બીબીએ અને બી.કોમ.ની તા. 13 ઓક્ટોબરે લેવાનારી પરીક્ષાના બે પેપર પહોંચ્યા છે. આ બન્ને પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પર પણ પહોંચી ગયા હોવાનું પણ પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું ત્યારે ગુરુવારે લેવાનારી પરીક્ષા રદ કરવી પડશે અને આ પેપર કેવી રીતે ફૂટ્યું અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની વિગતો બહાર લાવવા સરકારી તંત્ર તપાસ શરૂ કરે તેવી સંભાવનાઓ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વર્ષથી જ બે નહિ પરંતુ એક દિવસમાં 3 તબક્કે પરીક્ષા લેવાનું શરૂ કર્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી પરીક્ષા ચાલી રહી છે ત્યારે તા. 13-10-2022ના રોજ બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ(નવો કોર્સ) અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1ના પેપર લેવાના છે પરીક્ષાના ટાઈમ ટેબલની ખરાઈ કરતા ઉપરોક્ત બંને વિષયની જ પરીક્ષા લેવાવાની હતી ત્યારે આ બંને પેપર ફૂટ્યા કેવી રીતે અને તેની પાછળનો આશય શું છે તે તપાસનો વિષય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પરીક્ષાના બે કલાક અગાઉ પરીક્ષા કેન્દ્રો પર ઈ-મેલ કરીને પેપર પહોંચાડતી હતી ત્યારબાદ પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેની કોપી કાઢીને વિદ્યાર્થીઓને આપતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી ફરી પરીક્ષા કેન્દ્રો પર અમુક સ્થળે એક દિવસ અગાઉ અને અમુક કેન્દ્રો પર પરીક્ષાના સમય પહેલા પેપર પહોંચાડવામાં આવી રહ્યા છે. 13 ઓક્ટોબરે બી.બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાવાની છે ત્યારે 12 ઓક્ટોબરે જ મોટાભાગના કેન્દ્રો પર બંને પરીક્ષાના પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ કેન્દ્રમાંથી જ ક્યાંકથી પેપર લીક થયાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow