PAKમાં બેઠેલા આતંકીએ પંજાબ-હરિયાણાના ગેંગસ્ટરોને ધમકાવ્યા
બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના ભારતના વડા અને પાકિસ્તાન સ્થિત કુખ્યાત આતંકવાદી ગેંગસ્ટર હરવિંદર રિંદાએ પંજાબમાં ખંડણીખોરોને ધમકી આપી છે. રિંદાનું એક ઓડિયો રેકોર્ડિંગ વાઇરલ થઈ રહ્યું છે જેમાં તે ખંડણીખોરોને નૈતિકતા પર પ્રવચન આપે છે.
રિંદા કહી રહ્યા છે કે, "ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પાસેથી ખંડણી માંગવાનું બંધ કરો. બિલ્ડર, ખાણ માફિયા કે દારૂના કોન્ટ્રાક્ટર પાસેથી ખંડણી માગો. એવા સાંસદ કે ધારાસભ્યને પૂછો, જેનો પગાર 2-3 લાખ રૂપિયા છે પણ જે ફક્ત પાંચ વર્ષમાં કરોડોની સંપત્તિ ભેગી કરે છે."
રિંદાએ એવી પણ ચેતવણી આપી હતી કે જે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારને ખંડણી માગે છે અથવા ધમકી આપે છે તેણે તેને યુદ્ધની ઘોષણા ગણવી જોઈએ. પોલીસની મર્યાદા હોય છે, પણ મારી પાસે નથી. રિંદાના નિવેદનની 10 મિનિટની ઓડિયો રેકોર્ડિંગ વાઇરલ થઈ છે, જોકે gujaratnow આ વાતની પુષ્ટિ કરી શકતું નથી.