મલાઇકા અરોરા પર ભડક્યો પાકિસ્તાની અભિનેતા, લખ્યું ટેલન્ટની જરુંર છે, આપ જૈસા કોઈ નહીં

મલાઇકા અરોરા પર ભડક્યો પાકિસ્તાની અભિનેતા, લખ્યું ટેલન્ટની જરુંર છે, આપ જૈસા કોઈ નહીં

પાકિસ્તાની સેલિબ્રિટીઓ 'આપ જૈસા કોઈ'ના રીમિક્સ વર્ઝનથી નારાજ

એટલું જ નહીં, રી-ક્રિએશન માટે પણ ટેલેન્ટની જરૂર હોય છે. ફિલ્મ એન એક્શન હીરોથી બોલીવુડ ડીવા મલાઈકા અરોરાએ સિલ્વર સ્ક્રીન પર કમબેક કર્યુ છે. મલાઈકાનુ ફિલ્મમાં આઈટમ સોન્ગ છે. આઈકૉનિક સોન્ગ 'આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આએ'ના રીમિક્સ વર્ઝનમાં મલાઈકા અરોરા ધૂમ મચાવી રહી છે. તેના સેક્સ્યુઅલ મૂવ્જે તાપમાન વધારવામાં કોઈ કસર બાકી રાખી નથી. ગીતમાં મલાઈકાના ડાન્સને જોઇને પ્રશંસકો તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. પરંતુ પાકિસ્તાનમાં આ રીમિક્સ સોન્ગના ક્રિએશને હોબાળો મચાવ્યો છે.

અદનાન સિદ્દીકીનુ ટ્વિટ

યુઝર્સ જ નહીં, પાકિસ્તાની સેલિબ્રિટીઓ પણ 'આપ જૈસા કોઈ'ના રીમિક્સ વર્ઝનથી નારાજ છે. પાકિસ્તાનના ટોચના અભિનેતાઓમાં સામેલ અદનાન સિદ્દીકીએ નારાજગી દર્શાવી છે. અદનાને ટ્વિટ કરી લખ્યું, શું હવામાં કઈક છે, જે અચાનક દુનિયા પરફેક્ટ ક્લાસિક્સને બરબાદ કરવા માટે ઝુકી પડી છે? ત્યાં સુધી કે રી-ક્રિએશન માટે પણ ટેલેન્ટની જરૂર હોય છે. નાજિયા હસન પણ પોતાની કબરમાં પડખા ફરતી હશે. #AapJaisaKoi. અદનાન સિદ્દીકી આની પહેલા પણ બોલીવુડ પર પાકિસ્તાની ગીતોને ચોરવા, રીમેક બનાવવા પર ભડકી ચૂક્યા છે.

શું છે વિવાદ?

ફિલ્મ એન એક્શન હીરોના લોકપ્રિય ગીત આપ જૈસા કોઈ ગીતના રીમિક્સ વર્ઝનને જહરાહ એસખાન અને આલ્તમશ ફરીદીએ ગાયુ છે. લીરિક્સ તનિષ્ક બાગચી અને ઈન્ડીવારે લખ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ગીત ફિલ્મ કુરબાનીમાં સૌથી પહેલા જોવામાં આવ્યું હતુ. ઓરિજનલ ગીતને પાકિસ્તાની સિંગર નાજિયા હસને ગાયુ હતુ. 2000માં નાજિયાનુ દેહાંત થયુ હતુ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow