પાકિસ્તાને વર્લ્ડ કપનો સૌથી મોટો રન ચેઝ કર્યો

પાકિસ્તાને વર્લ્ડ કપનો સૌથી મોટો રન ચેઝ કર્યો

પાકિસ્તાને મંગળવારે હૈદરાબાદ સ્ટેડિયમમાં વર્લ્ડ કપનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. શ્રીલંકાએ પાકિસ્તાનને 345 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે પાકિસ્તાની ટીમે 49મી ઓવરમાં હાંસલ કરી હતી. આ રેકોર્ડ આયર્લેન્ડના નામે નોંધાયો હતો. બેંગલુરુ ખાતે 2011ના વર્લ્ડ કપમાં આયરિશ ટીમે ઈંગ્લેન્ડ સામે 329 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો.

પાકિસ્તાને 37 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે સદી ફટકારીને પાકિસ્તાનની જીત પર મહોર લગાવી હતી.

શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસ અને સાદિરા સમરવિક્રમાએ સદી ફટકારી હતી, જ્યારે પાકિસ્તાન તરફથી અબ્દુલ્લા શફીક અને મોહમ્મદ રિઝવાને સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં આવું પહેલીવાર બન્યું જ્યારે એક મેચમાં 4 સદી બની હોય.
વર્લ્ડ કપમાં સૌથી મોટો રન ચેઝઃ પાકિસ્તાને ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. આ પહેલા આયર્લેન્ડે 2011માં ઈંગ્લેન્ડ સામે 329 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સૌથી મોટો ચેઝ 1992માં આવ્યો હતો. ત્યારબાદ ટીમે ન્યુઝીલેન્ડ સામે 264 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow