પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા પપ્પા અને ભાજપના નેતા એવા દિનેશ અમૃતિયા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. એ બાદ આજે ક્રિસ્ટીનાએ ફરી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે, જેમાં તે તેના મોટા પપ્પા પર આક્ષેપ કરી રહી છે કે મારો આક્ષેપ પ્રોપર્ટીને લઇને છે જ નહીં, આ અંગે કોર્ટે જે નિર્ણય કરશે એ મને માન્ય છે, પણ મારી માતા પર કરવામાં આવેલા હુમલાના મુદ્દાને પ્રોપર્ટી સાથે જોડી ટ્વિસ્ટ કરવામાં આવી રહ્યો છે.

ક્રિસ્ટીનાએ વીડિયોમાં તેના પિતાની એક ઓડિયો-ક્લિપ પણ અટેચ કરી છે, જેમાં તેના પિતા ખુદ બોલી રહ્યા છે કે મારા મોટા ભાઈ અને આનંદના કારણે મારે મરી જવું પડશે..સાથે એમાં 9 લાખ રૂપિયા આનંદ પાસેથી લેવાના હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાઇરલ કરી જણાવ્યું છે કે મારી જે વાત છે, મારો જે મુદ્દો છે એને ટ્વિસ્ટ કરવામાં આવી રહ્યો છે. મારા પરિવાર તરફથી અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે, હું પૈસા અને પ્રોપર્ટી માટે આ કરી રહી છું. હું પ્રોપર્ટી માટે આ કશું કરી નથી રહી, પ્રોપર્ટી માટે જે થશે એ કોર્ટમાં થશે, લીગલી જે હશે એ થશે. મારો મુદ્દો એ છે કે મારા ભાઈ અને મારા મોટા પપ્પા બિપિનભાઈ મારા ઘરે આવ્યા હતા. મારી માતા ઉપર હુમલો કર્યો હતો એ મારો મુદ્દો છે. મારી માતા સુરક્ષિત નથી, આ સિવાય મારો કોઈ મુદ્દો નથી. કાલે મારી પાસે અરજી પોલીસે લીધી છે અને હવે તેમનું નિવેદન લેવામાં આવશે એવું કીધું છે અને તેમના નિવેદન બાદ આગળ શું કરવું એ પછી તમને જણાવીશું, આવું પોલીસ કહી રહી છે. મને ભરોસો છે પોલીસ કાર્યવાહી કરશે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow