પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને ભારતની નાગરિકતા મળશે

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને ભારતની નાગરિકતા મળશે

ગુજરાતની ચૂંટણી પહેલાં ભાજપની કેન્દ્ર સરકારે મોટો દાવ લગાવ્યો છે. કેન્દ્ર સરકાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવીને ગુજરાતના બે જિલ્લા- આણંદ અને મહેસાણામાં રહેતા હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદો 1955 હેઠળ નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (CAA) હેઠળ નહીં .

CAAમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવાની જોગવાઈ પણ છે, પરંતુ આ અધિનિયમ હેઠળ સરકારે હજી સુધી નિયમો બનાવ્યા નથી, તેથી અત્યારસુધી એ હેઠળ કોઈને નાગરિકતા આપી શકાતી નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955ના કલમ 6 અને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈઓ હેઠળ ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી મળશે અથવા નાગરિકતા આપવામાં આવશે.

ગુજરાતના બે જિલ્લામાં રહેતા આવા લોકોએ તેમની અરજીઓ ઓનલાઈન સબ્મિટ કરવાની રહેશે, ત્યાર બાદ કલેક્ટર જિલ્લા સ્તરે એનું વેરિફિકેશન કરાશે. નોટિફિકેશન મુજબ કલેક્ટર અરજી સાથે તેમનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow