ગોંડલની શાળા-કોલેજમાં જુડો-કરાટેના 11 દિવસીય તાલીમ વર્ગનું આયોજન

ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના એમ.આર.સંગાડા પોલીસ ઇન્સ્પેકટર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ગોંડલ ખાતે મોંઘીબા હાઇસ્કુલ તથા સહજાનંદ કોલેજ ખાતે મહીલા સ્વરક્ષણ જુડો-કરાટેના તાલીમ વર્ગનું 11 દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦૦ જેટલી વિદ્યાર્થીનિઓને ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવે છે. ગોંડલની શાળા અને કોલેજમાં સ્વરક્ષણ જુડો-કરાટેના તાલીમ વર્ગનું 11 દિવસ સુધી આયોજન કરવામા આવ્યું હતું.

તાલીમ આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ પોતાની રીતે સક્ષમ હોવી જોઈએ. મહિલાઓ સાથે ઘણા અણબનાવો બને છે. તેની સામે કઈ રીતે લડવું તેને લઈને જુડો કરાટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારે ગોંડલ સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોંઘીબા હાઇસ્કુલના સ્ટુડન્ટ પોલીસ કેડેટ 26મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસમાં ગોંડલ તાલુકા કક્ષાએ એક એસ.પી.સી. પ્લાટુન ભાગ લેવાના છે.