ઓનલાઇન વજન ઘટાડવાની દવા મંગાવવી આ યુવકને પડ્યું ભારે! મળ્યું મોત, જો-જો ક્યાંક તમે તો...

ઓનલાઇન વજન ઘટાડવાની દવા મંગાવવી આ યુવકને પડ્યું ભારે! મળ્યું મોત, જો-જો ક્યાંક તમે તો...

લોકો પોતાના વધેલા વજનને ઘટાડવા માટે ઘણા ઉપાયો કરે છે. આ ઉપાયોમાં વજન ઘટાડવાની દવાઓ પણ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક આ દવાઓ જીવલેણ પણ બની શકે છે. આ દવાઓના સેવનથી કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. તાજેતરનો મામલો ચેન્નાઈના તાંબરમથી સામે આવ્યો છે. બુધવારે કથિત રીતે વજન ઘટાડવાની ગોળીઓ ખાવાથી અહીં 21 વર્ષીય યુવકનું મોત થયું હતું.

વજન ઘટાડવાની દવાઓથી લથડી યુવકની તબીયત
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીપેરુમ્બુદુર પાસે સોમંગલમમાં રહેતો સૂર્ય નામનો યુવક એક ખાનગી દૂધની દુકાનમાં કામ કરતો હતો. પોલીસે જણાવ્યું કે તેના મિત્રો તેની સ્થૂળતાની મજાક ઉડાવતા હતા. આ કારણે તેણે ગોળીઓ ખાઈને વજન ઘટાડવાનું નક્કી કર્યું.

પરંતુ પ્રસ્ક્રિપ્શન વગર વજન ઘટાડવાની ગોળીઓ તેના મૃત્યુનું કારણ બની. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે ખાનગી કંપનીના અધિકારીઓને દવાઓના ડોઝ અને સામગ્રી વિશે પૂછપરછ માટે બોલાવ્યા છે.

યુવકે ઓનલાઈન ખરીદી હતી ગોળીયો
પોલીસના જણાવ્યા અનુસાર સૂર્ય વજન ઘટાડવા માટે ડોકટરો અને સ્થાનિક ચિકિત્સકોની સલાહ લઈ રહ્યો હતો અને તેના મિત્રના સૂચન અને ઓનલાઈન બ્રાઉઝિંગની મદદથી કર્યા પછી તેણે 22 ડિસેમ્બરથી વજન ઘટાડવાની ગોળીઓ લેવાનું શરૂ કર્યું. તેણે ઓનલાઈન ગોળીઓ ખરીદી હતી અને 10 દિવસમાં ઘણું વજન ઘટાડ્યું હતું, પરંતુ ગોળીઓના કારણે તે ખૂબ જ નબળો પડી ગયો હતો.

સારવાર દરમિયાન થયુ યુવકનું મોત
નવા વર્ષના દિવસે સૂર્યા ગંભીર રીતે બીમાર પડ્યો હતો અને તેને ગંભીર હાલતમાં રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો.

પરંતુ સારવારના અભાવે મંગળવારે તેમનું મૃત્યુ થયું હતું. સૂર્યાના પિતા પલયમની ફરિયાદના આધારે સોમંગલમ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow