અમેરિકામાં સામાન્ય લોકોના હથિયાર વચેટિયા બનવા પર રોક નથી

અમેરિકામાં સામાન્ય લોકોના હથિયાર વચેટિયા બનવા પર રોક નથી

ગન કલ્ચર અને શૂટિંગના વધતા દૂષણથી પરેશાન અમેરિકામાં હથિયારોના ધંધામાં હવે સામાન્ય લોકો પણ સામેલ થઇ રહ્યા છે. આ ધંધામાં ડૉક્ટરથી લઇને ડ્રાઇવરો પણ જોડાયા છે. જેઓ બીજા દેશોની સરકાર સાથે હથિયારોની ડીલ કરાવવા માટે વચેટિયાની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેનું જ પરિણામ છે કે રશિયાના હુમલાઓ વચ્ચે યુક્રેનને આ વચેટિયાઓથી 3 કરોડ ડોલર (અંદાજે 246 કરોડ રૂ.)ના રોકેટ, ગ્રેનેડ અને અન્ય હથિયારો મળ્યાં હતાં.

કેટલાક સમય પહેલાં સેન્ટ લુઇસ શહેરમાં લિમોસિન કંપનીમાં ડ્રાઇવરની નોકરી ગુમાવનાર માર્ટિ જ્લાતેવને નવી નોકરીની જરૂર હતી. ત્યારે તેને આર્મ્સ એજન્ટ તરીકે મોટી તક મળી. આ કારોબારમાં જ્લાતેવને ઓર્થોપેડિક ડૉક્ટર હીથર જોર્જજીવસ્કીકાનો સહયોગ મળ્યો. ન્યૂયોર્ક ટાઇમ્સને મળેલા દસ્તાવેજો અને અન્ય રેકોર્ડ અનુસાર આ પ્રકારના વચેટિયાઓ મારફતે સાત દેશ સુધી આર્મ્સ ડીલ થઇ ચૂકી છે.

અમેરિકામાં નિયમ છે કે બિનવ્યૂહાત્મક હથિયારોની ડીલમાં સામાન્ય લોકો પણ એજન્ટ બનીને હથિયારોની નિકાસ કરી શકે છે. યુક્રેનના રક્ષા મંત્રાલય અનુસાર યુક્રેનને અમેરિકા, બલ્ગેરિયા અને બોસ્નિયા તરફથી હથિયારના વેચાણનો પ્રસ્તાવ મળ્યો હતો. બાઇડેન વહીવટીતંત્રને જાણ થઇ કે આ નાણાકીય વર્ષના ચાર મહિનામાં ખાનગી એજન્ટોએ યુક્રેનને 3 કરોડ ડોલરનાં હથિયારો વેચ્યાં હતાં. ગત નાણાકીય વર્ષમાં 1.5 કરોડ ડૉલર (123 કરોડ રૂપિયા)ના હથિયારનું વેચાણ કરાયું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow