5 વર્ષમાં 25% જ ફિઝિકલ કામગીરી, ત્રણ મહિનામાં 34 કિ.મી.માં પિઅર વર્ક પૂર્ણ કરાયું

દેશની પહેલી બુલેટ ટ્રેન ‘લેટ’ ચાલી રહી છે.હવે કામગીરીમાં ઝડપ આવી છે.પણ હજુ માત્ર 25% જ ફિઝિકલ કામગીરી થઇ છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના આંકડા પ્રમાણે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હજુ 24.73 % જ ફિઝિકલ કામગીરી પૂર્ણ થઇ છે. જેમાં ગુજરાતમાં 30.68% તો મહારાષ્ટ્રમાં 13.37% કામગીરી થઇ છે.
227.62 કિમીમાં પાઇલ વર્કની કામગીરી જ્યારે 126.44 કિમીમાં પિઅર વર્કની કામગીરી થઇ છે. 21.44 કિમીમાં ગર્ડર લૉન્ચ કરવામાં આવ્યા છે. અંદાજ મુજબ, અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી દેશની પહેલી હાઇ સ્પીડ ટ્રેન 2027 સુધી શરૂ થઇ શકે છે. 2026 સુધી બુલેટ ટ્રેનના ટ્રાયલ શરૂ થશે. 2026માં સુરત અને બિલિમોરા વચ્ચે ટ્રાયલ શરૂ કરાશે અને 2027માં આ બે સ્ટેશનો વચ્ચે બુલેટ ટ્રેન દોડશે.
દેશમાં પહેલીવાર દરિયામાંથી દોડશે ટ્રેન
બુલેટ ટ્રેન
કુલ અંતર(508 કિમી)
મેક્સિમમ ડીઝાઇન સ્પીડ
350 કિમીપ્રતિ કલાક
મેક્સિમમ ઓપરેટિંગ સ્પીડ
320 કિમીપ્રતિ કલાક
ગુજરાતમાં અંતર 351 કિમી
કુલ સ્ટેશન
12 જેમાં 8 ગુજરાતમાં
ઉપર ટ્રેક 92 ટકા
ટનલમાં ટ્રેક 26 કિમી
થાણે ખાડીમાં દરિયામાં ટનલ
7 કિમી
આ કારણોથી પ્રોજેક્ટ ખર્ચ થશે બમણો
સંસદમાં સરકારે કહ્યું હતું કે, પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે જ કહી શકાશે કે કુલ ખર્ચમાં કેટલો વધારો થયો. પ્રોજેક્ટના કુલ 1.08 લાખ કરોડના અંદાજિત ખર્ચમાંથી અત્યાર સુધી 30 હજાર કરોડનો ખર્ચ થયો છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, 2026માં માત્ર 50 કિમી ટ્રાયલ રન જ થશે. ગુજરાતમાં સિવિલ વર્કમાં ઘણો સમય લાગશે. પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યાર કુલ ખર્ચ 2 લાખ કરોડને આંબી જાય તો નવાઇ નહીં.
આ રીતે વધી પિઅર વર્કની સ્પીડ
તારીખ પિઅર વર્ક
31 ડિસેમ્બર 126.44 કિમી
1 ડિસેમ્બર 113.32 કિમી
1 નવેમ્બર 101.12 કિમી
1 ઑક્ટોબર 92.20 કિમી
હવે માત્ર 2% જમીનનું સંપાદન જ બાકી
રાજ્ય સંપાદન
ગુજરાત 98.87%
દાદરા, નગર હવેલી
100%
મહારાષ્ટ્ર 95.45%
કુલ 97.82%