ઊંઘની જરૂરિયાતનો લાભ ઉઠાવવા માટે USમાં કંપનીઓ દ્વારા ઑનલાઇન સ્લીપિંગ પ્રોડક્ટ્સનું વેચાણ

ઊંઘની જરૂરિયાતનો લાભ ઉઠાવવા માટે USમાં કંપનીઓ દ્વારા ઑનલાઇન સ્લીપિંગ પ્રોડક્ટ્સનું વેચાણ

તમારી સાત કલાકની ઊંઘની જરૂરિયાત પર પણ માર્કેટની નજર છે. અમેરિકામાં કેટલીક કંપનીઓએ સ્લીપિંગ પ્રોડક્ટ્સ એટલે કે ઊંઘથી જોડાયેલા બેડ જેવી કેટલીક ઑનલાઇન વસ્તુઓ વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ નિવડી. વાસ્તવમાં, અનેક સરવેમાં સામે આવ્યું છે કે વ્યક્તિ હંમેશા વધુ સમય સુધી સારી ઊંઘ ઇચ્છે છે. આ જ કારણ છે કે દુનિયાભરમાં અનેક બ્રાન્ડ સારી ઊંઘનાં સપનાં વેચવામાં ઓતપ્રોત છે. તેમને આશા છે કે સારી નિદ્રા સંપત્તિ છે તો તેનાથી તગડી કમાણી પણ થઇ શકે છે. પરંતુ અમેરિકામાં આ દાવ દરેક કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થયો નથી.

ન્યૂયોર્કની ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર સ્લીપ પ્રોડક્ટ કંપની કેસ્પરના સીઇઓ એમિલી એરેલ કહે છે કે સૌથી પહેલાં તો અમે સ્વયંને ટેક કંપની માનીએ છીએ. માર્કેટ તેને અહંકારભર્યું નિવેદન માને છે. જોકે વર્ષ 2020માં યુનિકોર્ન બની, પરંતુ આઇપીઓ બાદ તેની વેલ્યૂ અડધી રહી ગઇ અને નવેમ્બર 2021માં આ કંપની પ્રાઇવેટ થઇ ગઇ. એરેલે કહ્યું કે અમારી રણનીતિ એ હતી કે અમે સ્લીપિંગ પ્રોડક્ટ્સ મામલે નાઇકી જેવી બ્રાન્ડ બનીશું. આ સાંભળવામાં જેટલું રોમાંચક છે, અમલીકરણમાં એટલું જ પડકારજનક. અમે કમાણી કરવામાં સક્ષમ નથી. વાસ્તવમાં અમે જે કરીએ છીએ તેને લઇને સ્પષ્ટ દૃષ્ટિકોણ જરૂરી છે. અસલમાં મેટ્રેસ જેવી પ્રોડક્ટ ડાયરેક્ટ ટુ કન્ઝ્યૂમર મોડલમાં ફિટ બેસતી નથી. બેશકપણે બોક્સ બેડ આકર્ષક પ્રોડક્ટ છે પરંતુ સાત કલાકની નિદ્રા માટે પર્યાપ્ત નથી. એટલે જે કેસ્પર જેવી મહત્તમ બોક્સ બેડ બ્રાન્ડ બેડિંગ બ્રાન્ડમાં તબદિલ થઇ ચૂકી છે જે હવે એનેસ્કી, કૉમા, એટિટ્યૂટડ અને બ્રુકલિનના જેવી પરંપરાગત હોમવેર રિટેલ કંપનીઓ સાથે હરીફાઇ કરી રહી છે.

ખોટી માર્કેટિંગ રણનીતિને કારણે બિઝનેસ મોડલ નિષ્ફળ
માર્કેટિંગને લઇને એક જૂની કહેવત છે. તમે ન્યૂ કેસલને કોલસો, એથેન્સમાં ઘુવડ અને ભારતમાં કાળું મરચું વેચી ન શકો. અમેરિકામાં મેટ્રેસ જેવી પ્રોડક્ટ્સના ઑનલાઇન વેચાણના પ્રયાસને પણ આ જ નજરથી જોવાય છે. આ માર્કેટના નિષ્ણાત અનુસાર કોઇ પણ વ્યક્તિ ઊંઘની સાથે સમાધાન કરવા માંગતી નથી. આ દૃષ્ટિએ સ્લીપિંગ પ્રોડક્ટ્સ ખરીદવામાં વધુ સતર્કતા દર્શાવાય છે. કેસ્પર જેવી કંપનીઓની જે હાલત થઇ, તેનું સૌથી મોટું કારણ એ જ રહ્યું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow