ભાજપના નેતાના એકના એક પુત્રની ધોળા દિવસે હત્યા!

ભાજપના નેતાના એકના એક પુત્રની ધોળા દિવસે હત્યા!

રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખ બાપુલાલ અંજનાના 28 વર્ષીય એકમાત્ર પુત્ર બંટી ઉર્ફે વિકાસ અંજનાની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ 3 બદમાશોએ તેને ઘેરી લીધો અને તેની છાતીમાં 8 ગોળીઓ ધરબી દીધી હતી. ફાયરિંગમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢના નિમ્બહેરાની છે. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ કેસુંદાનો રહેવાસી બંટીના મિત્ર લલિત પ્રજાપતની 6 મહિનાની પુત્રીનું મૃત્યુ થયું હતું. બંટી તેના મિત્રો વિકાસ અને દેવેન્દ્ર સાથે લલિતના ઘરે શોક વ્યક્ત કરવા ગયો હતો. લલિતને મળ્યા બાદ ત્રણેય એક જ બાઇક પર પરત ફરી રહ્યા હતા.

સાંજે 5 વાગ્યાના સુમારે રસ્તામાં નિમ્બાહેરા જેલની સામે એક બદમાશે બાઇક રોકી હતી. બાઇક રોકતાની સાથે જ બદમાશે તેના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી હતી. પિસ્તોલ જોઈને વિકાસ અને દેવેન્દ્ર દોડીને એક ખૂણામાં છુપાઈ ગયા. બંટી બદમાશ સામે એકલો પડી ગયો. ત્યારે જ પાછળથી બે બદમાશો બાઇક પર આવ્યા હતા. તેઓએ બંટીને પકડીને કારની સામે પટકી દીધો અને ફાયરિંગ કર્યું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow