એક સેકન્ડમાં ખુશ છો તો બીજી સેકન્ડમાં આવે છે ગુસ્સો? આ મૂડ સ્વિંગ નહીં પણ ડિસઓર્ડર છે, જાણો લક્ષણો

એક સેકન્ડમાં ખુશ છો તો બીજી સેકન્ડમાં આવે છે ગુસ્સો? આ મૂડ સ્વિંગ નહીં પણ ડિસઓર્ડર છે, જાણો લક્ષણો

Cyclothymia: આસપાસ થતી ઘટનાઓને લીધે મૂડમાં બદલાવ થવો એ નોર્મલ વાત છે. રોજ-બરોજની થતી અલગ અલગ વાતોથી ક્યારેક ગુસ્સો આવી જતો હોય છે.

તો ક્યારેક ખુશી પણ થાય છે.પણ જો વગર કોઈ કારણોથી તમારા મૂડમાં બદલાવ આવે છે તો એ સામાન્ય વાત નથી. એવું સાઈક્લોથ્રીમિક ડિસઓર્ડરને કારણે થઈ શકે છે.

સાઈક્લોથ્રીમિક ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિ એક સેકેન્ડમાં ખુશ તો બીજી જ સેકેન્ડે ઉદાસ થઇ જાય છે. આ ડિસઓર્ડર એક રીતે તમારા મૂડસ્વિંગ માટે જવાબદાર હોય છે.

બધી જ બીમારીની જેમ આ ડિસઓર્ડરનો ઈલાજ થવો પણ જરૂરી
નેશનલ હેલ્થ સેર્વીસ(NHS)અનુસાર લોકોમાં આ ડિસઓર્ડરના લક્ષણ એટલા સામાન્ય હોય છે કે મેન્ટલ હેલ્થ ની ટ્રીટમેન્ટ લેવાનું જરૂરી નથી સમજતા.એમને એવું લાગે છે કે એ નોર્મલ પ્રોબ્લેમ છે,એમાં ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી પણ એવું નથી હોતું.

પણ તમને જણાવી દઈએ કે દરેક બીમારીની જેમ આ ડિસઓર્ડરનો ઈલાજ થવો પણ જરૂરી છે, કેમકે તેના કારણે તમારી પર્સનલ અને પ્રોફેસનલ જીવન પર ખરાબ અસર પડે છે. સાઈક્લોથૈમિકના દર્દીઓની આમ તો કોઈ આધિકારિક સંખ્યા નથી પણ એ માનવામાં આવે છે કે ઘણા લોકો આ સમસ્યાથી પીડીત છે. સાઈક્લોથ્રીમિક એક મૂડ ડિસઓર્ડર છે, જે બાઈપોલર સ્પેક્ટ્રમનો હિસ્સો બને છે એને હલ્કે બાયપોલરના રૂપથી ઓળખાય છે.

શું છે આ ડિસઓર્ડરના લક્ષણો
જો તમે સાઈક્લોથ્રીમિકથી પીડીત છો તો તમને ક્યારેક ખૂબ જ ઉદાસી મહેસુસ થશે તો ક્યારેક ખૂબ ખુશી અને એક્સાઈટમેન્ટ ફિલ થશે, તેને હાયપોમેનીયા કહેવામાં આવે છે. જણાવી દઈએ કે હાયપોમેનીયાની સ્થિતિમાં તમને વધારે સુવાની જરૂરત મહેસુસ નહી થાય.તમને એવું લાગશે કે તમારામાં વધારે એનર્જી છે. આ ડિસઓર્ડરના ખરાબ મૂડને એટલું ગંભીર નથી માનવામાં આવતું કે તેને ડીપ્રેશન સમજી શકાય પણ આ ડિસઓર્ડરણઆ ખરાબ મૂડમાં શરીરમાં સુસ્તી અનુભવાય છે.

બાઇપોલર ડિસઓર્ડર શું છે?
બાઇપોલર ડિસઓર્ડર પણ એક મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ જ છે, જે ખાસ તમારા મૂડસ્વિંનું કારણ બને છે.જયારે સાઈક્લોથ્રીમિક એક ટાઈપનું બાઇપોલર ડિસઓર્ડર  છે પણ આ સ્થિતિને બાકી બીમારીઓની તુલનામાં ઓછી ગંભીર માનવામાં આવે છે. જો કોઈને બાઇપોલર 1 અથવા 2 ડિસઓર્ડર છે, તો તેમાં સાઈક્લોથ્રીમિક ની તુલનામાં ઓછો મૂડ સ્વિંગ થાય છે.

સાઈક્લોથ્રીમિક નું કારણ અને ઈલાજ
સાઈક્લોથ્રીમિક નો સંબંધ આનુંવન્શીકતાથી સમજી શકાય છે, આ પરેશાનીનું કોઈ સટીક ઈલાજ નથી.પણ ઘણા ઈલાજો છે જે સાઈક્લોથ્રીમિકની પરેશાનીને દુર કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. આ ડિસઓર્ડરના ઇલાજમાં દવા અને ટોકિંગ થેરેપીને શામેલ કરવામાં આવે છે. સાઈક્લોથ્રીમિકના બધા ઇલાજનો ખાલી તેના લક્ષણોને ઓછા નથી કરતું પણ બાઇપોલર 1 અથવા 2 ડિસઓર્ડરમાં ડેવલપ થવા વાળા સાઈક્લોથ્રીમિકને રોકવાનું પણ કામ કરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow