ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતા એકનું મોત, 1 વ્યક્તિને ઇજા

ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતા એકનું મોત, 1 વ્યક્તિને ઇજા

શહેરની ભાગોળે ખોખડદળ પુલ અકસ્માત ઝોન બની રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ટ્રકે ડબલસવારી બાઇકને ઠોકરે ચડાવતા એક યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.બનાવની પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર સુપેડી ગામે રહેતો નિરવ રાજેશભાઇ કુબાવત નામનો યુવાન કુવાડવા ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતો હોય સોમવારે સવારે તે બાઇક લઇને નોકરીએ જવા નીકળ્યો હતો.

ગોંડલ રોડ ચોકડીએ પહોંચતા કંપનીમાં સાથે નોકરી કરતા નવાગામના અજય વિનોદભાઇ સરવૈયાને બાઇકમાં બેસાડી બંને કુવાડવા જવા નીકળ્યા હતા. દરમિયાન ખોખડદળ નદીના પુલ પર પહોંચતા પૂરઝડપે ધસી આવેલી ટ્રકે બાઇકને ઠોકર મારી હતી. જેને કારણે બંને યુવાન બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. સવારે અકસ્માતના બનાવને પગલે અન્ય વાહનોના પૈડાં થંભી ગયા હતા. અને અકસ્માતમાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં નિરવને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

જયારે અજયને સારવાર માટે દાખલ કર્યો હતો. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્ત અજયની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે. પોસ્ટ વિભાગમાં નોકરી કરતા રાજેશભાઇને સંતાનમાં બે પુત્ર પૈકી નિરવ મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર, પુત્રી છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow