ડિલીવરીના દોઢ મહિના બાદ ઊંધા લટકીને આલિયા ભટ્ટે કર્યા યોગા, પ્રશંસકોની આંખો થઇ ચાર

ડિલીવરીના દોઢ મહિના બાદ ઊંધા લટકીને આલિયા ભટ્ટે કર્યા યોગા, પ્રશંસકોની આંખો થઇ ચાર

હવે આલિયા ભટ્ટે પોતાનુ ફિટનેસ સિક્રેટ શેર કર્યુ

બોલીવુડ ડીવા આલિયા ભટ્ટ હાલમાં મધરહુડ એન્જોય કરી રહી છે. આલિયા ભટ્ટની ડિલીવરીને લગભગ દોઢ મહિનાનો સમય થયો છે. ડિલીવરી બાદ હવે આલિયા પોતાની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

અભિનેત્રીને અવાર-નવાર જિમ આવતા-જતા જોવામાં આવે છે. તો હવે આલિયા ભટ્ટે પોતાનુ ફિટનેસ સિક્રેટ શેર કર્યુ છે.

ડિલીવરી બાદ કેવીરીતે ફિટ થઇ રહી છે આલિયા

પુત્રી રાહાના જન્મ બાદ આલિયા ભટ્ટ પોતાના ડેલી રૂટીનમાં પાછી આવી ગઇ છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે એરિયલ યોગા કરી રહી છે. ડીલીવરી બાદ આલિયાને આટલી મુશ્કેલ રીતે યોગા કરતા જોઇને પ્રશંસકો હેરાન થયા. પોસ્ટ શેર કરીને આલિયા લખે છે,

'ડિલીવરીના દોઢ મહિના બાદ ધીરે-ધીરે પોતાની કોરની સાથે કનેક્શન બનાવી રહી છુ. @anshukayogની ફૂલ ગાઈડન્સમાં આજે મેં આ ટ્રાય કર્યુ. બધી માતાઓને મારું કહેવુ છે કે ડિલીવરી બાદ પોતાના શરીરની પસંદગી કરો. એવુ કઈ પણ ના કરશો, જે તમારું શરીર કરવાની મંજૂરી ના આપે.'  આલિયાની ટ્રેનરે પણ સોશિયલ મીડિયામાં તેમનો યોગ કરતો વીડિયો શેર કર્યો.

આલિયા જણાવે છે કે પહેલા બે અઠવાડિયા મેં વર્કઆઉટ દરમ્યાન માત્ર શ્વાસ લીધો. વૉક કરી. પોતાની સ્ટેબિલિટી અને બેલેન્સ ફરીથી મેળવ્યું. પોતાનો સમય લીધો. તમારા શરીરે જે કર્યુ છે, તેના વખાણ કરે.

આલિયાએ મહિલાઓને આપી સલાહ

આલિયા ભટ્ટ લખે છે કે બાળકોને જન્મ આપવો ચમત્કાર છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો વ્યાયામ કરતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ જરૂર લો.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 6 નવેમ્બરે માતા-પિતા બન્યા હતા. ત્યારબાદ આલિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પુત્રીના નામનો ખુલાસો કર્યો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow