ગુરુવારે સૂર્યદેવ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરશે,

ગુરુવારે સૂર્યદેવ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરશે,

22 ડિસેમ્બર, ગુરુવારે વર્ષનો સૌથી નાનો દિવસ રહેશે. વર્ષે 2020માં સૌથી નાનો દિવસ 21 ડિસેમ્બરનો હતો. પરંતુ, ગતવર્ષે અને આ વર્ષે 22 ડિસેમ્બરના રોજ સૌથી નાનો દિવસ રહેશે. આ પહેલાં 2019માં પણ 22 ડિસેમ્બરના રોજ ઉત્તરી ગોળાર્ધમાં સૂર્યનો પ્રકાશ સૌથી ઓછા સમય માટે હતો. ખગોળ વિજ્ઞાનના જાણકારો પ્રમાણે વર્ષનો સૌથી નાનો દિવસ ક્યારેક 21 તો ક્યારેક 22 ડિસેમ્બરના રોજ રહે છે.

સૂર્ય ઉત્તરાયણ હોય છે
દર વર્ષે 21 કે 22 ડિસેમ્બરના રોજ સૂર્ય ઉત્તરાયણ થાય છે. એટલે ઉત્તરી ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. જેથી ધરતીના ઉત્તરી ભાગના દેશોમાં ધીમે-ધીમે દિવસની લંબાઈ વધવાની સાથે જ રાતનો સમય ટૂંકો થવા લાગે છે. ત્યાં જ, દક્ષિણ ગોળાર્ધના દેશમાં તેને મોટો દિવસ કહેવામાં આવે છે. કેમ કે તેના પછી ત્યાં દિવસની લંબાઈ ઘટવા લાગે છે. આ સમયે તે દેશોમાં ગરમીની ઋતુ રહે છે.

શિશિર ઋતુની શરૂઆત
ગ્રંથો પ્રમાણે આ દિવસથી સૂર્યના ઉત્તરાયણ થવાથી શિશિર ઋતુ શરૂ થઈ જશે. આ ઋતુ 18 ફેબ્રુઆરી સુધી રહેશે. આ શિશિર ઋતુ દરમિયાન મકર સંક્રાંતિ, લોહરી, પોંગલ, તલ ચોથ, અમાસ અને પૂર્ણિમાના તહેવારો ઊજવવામાં આવશે. આ ઉત્સવો અને તહેવારોમાં કરવામાં આવતા કાર્યોને વાતાવરણને ધ્યાનમાં રાખીને જ પરંપરાઓમાં સામેલ કરવામાં આવ્યાં છે. ધર્મગ્રંથો પ્રમાણે વ્રત-પર્વ અને પરંપરાઓ ઠંડીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

ખગોળીય ઘટના
20-21 માર્ચના રોજ સૂરજ ધરતીની ભૂમધ્ય રેખાની ઠીક ઉપર રહેશે. જેથી દિવસ અને રાતની લંબાઈ એક સમાન રહેશે. જેને વસંત સંપાત પણ કહેવામાં આવે છે. તે પછી 20-21 જૂનના રોજ સૂર્ય કર્ક રેખા ઉપર રહેશે. જે ઉત્તરી ગોળાર્ધમાં વર્ષનો સૌથી મોટો દિવસ રહેશે. તે પછી 22-23 સપ્ટેમ્બરના રોજ સૂર્ય વિષુવત રેખા ઉપર આવી જશે. ત્યારે પણ દિવસ અને રાતનો સમય એક સમાન રહેશે. પરંતુ તેના પછી દિવસ નાના અને રાત લાંબી થઈ જશે. જેને શરદ સંપાત કહેવામાં આવે છે.

રાત અને દિવસનો સંબંધ સૂર્ય અને ચંદ્ર સાથે હોય છે. સૂર્ય અને ચંદ્ર માનવજીવનને પ્રભાવિત કરે છે. માનસિક સ્થિતિથી લઈને શારીરિક, રાજનૈતિક, સરકારી તંત્ર. એકબીજા સાથે સંબંધ અને નોકરીને આ ગ્રહો પ્રભાવિત કરે છે. 22 ડિસેમ્બરના રોજ રાત લાંબી થવી અને દિવસ ટૂંકો થવો વૃષભ અને મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ માટે શુભ રહેશે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow