આ મહાશિવરાત્રિ પર ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપૂર બદામની ઠંડાઈ, શરીરમાં નહી લાગે એનર્જીની કમી

આ મહાશિવરાત્રિ પર ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપૂર બદામની ઠંડાઈ, શરીરમાં નહી લાગે એનર્જીની કમી

મહાશિવરાત્રિના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શંકરના ભક્તો આ તહેવારને ખુબ જ ધુમધામથી મનાવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબરુઆરી ના રોજ મનાવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન શંકરની ભાવથી પૂજા કરે છે,  

ઉપવાસ રાખે છે. ફળાહાર અને ઠંડાઈ  પર જ લોકો આખો દિવસ ઉપવાસ કરે છે. એવામાં અમે આજ તમારાં માટે બદામની ઠંડાઈ બનાવવાની રેસિપી લઈને આવયા છીએ. બદામમાં હેલ્થી ફેટ, વિટામિન, ફાઈબર, મિનરલ્સ અને એંટીઓક્સિડેંટ હોય છે. એટલે જ આ સ્વાદિષ્ટ ઠંડાઈ પીધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લગતી. તો ચાલો જાણીએ આ ઠંડાઈ બનાવવાની રીત.

બદામની ઠંડાઈ બનાવવા માટે જોઈતી સામગ્રી

  1. દૂધ 1 લીટર
  2. સૌફ એક ચમચી
    3.ખસખસ એક ચમચી
  3. બદામ 12
  4. એલચી 3
  5. ખાંડ 2 ચમચી

આવી રીતે બનાવો બદામની ઠંડાઈ
બદામની ઠંડાઈ બનાવવા માટે સૌપ્રથમ એક પૈનમાં દુધ લઈ તેને થોડો સમય માટે ઉકળવા દો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો અને 5 મિનીટ માટે પાકવા દો. ત્યારબાદ 2-3 કલાક સુધી પાણીમાં પલાળેલા બદામને છિણી ગ્રાઈન્ડરમાં પિસી તેનો પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને દુધમાં નાખી વ્યવસ્થીત રીતે મિક્સ કરી લેવાનું. જયાં સુધી દુધ અડધું ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવાં દો. ત્યારબાદ આ ઠંડાઈને ફ્રિજમાં ઠંડી થવા મુકી દો. હવે તમારી ઠંડાઈ તૈયાર છે. તમે આને બદામ અથવા અન્ય કોઈ ડ્રાઈફ્રૂટ દ્વારા ગાર્નિશ કરી શકો છો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow