અમાસ ના આ દિવસે પિંડદાન કરવાથી પિતૃઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે

અમાસ ના આ દિવસે પિંડદાન કરવાથી પિતૃઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે

હિંદુ પંચાંગમાં પિતૃઓને સમર્પિત બધા દિવસોમાં માગશર મહિનાની અમાસનું ખાસ મહત્ત્વ હોય છે. કેમ કે, માગશર મહિનો પિતૃઓને સમર્પિત હોય છે. તેને નાનો પિતૃ પક્ષ પણ કહી શકાય છે. માન્યતા છે કે આ મહિને પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે. સાથે જ વિધિ-વિધાન સાથે કરવામાં આવતા પૂજા-પાઠ અને સ્મરણથી તેમના વંશજોનો આશીર્વાદ મળે છે.

પિતૃઓની પ્રસન્નતા માટે આ કામ કરો

  1. અમાસના દિવસે સ્નાન-ધ્યાન સાથે જ ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ગીતાનો પાઠ કરો.
  2. સૂર્યદેવને અર્ઘ્ય આપ્યા પછી પિતૃઓને તર્પણ કરો. તાંબાના પાત્રમાં શુદ્ધ જળ, લાલ ચંદન અને લાલ રંગના ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
  3. પિતૃઓની આત્માની શાંતિ માટે ઉપવાસ કરો અને કોઈ ગરીબ વ્યક્તિને દાન-દક્ષિણા આપો.
  4. પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરો અને દીવો પ્રગટાવો

ઘરમાં જ પવિત્ર સ્નાન કરો
વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે બહાર જઈ શકાય નહીં તો ઘરના જ નાહવાના પાણીમાં ગંગાજળ કે અન્ય તીર્થનું જળ મિક્સ કરીને નાહવું જોઈએ. સાથે જ, તે પાણીમાં તલ મિક્સ કરીને નાહવાથી પણ તીર્થ સ્નાનનું ફળ મળે છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ગરમ કપડાનું દાન કરવું જોઈએ.‌

તિથિનું મહત્ત્વ
અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન, પૂજા, જાપ અને તપની ખાસ પરંપરા છે. અમાસના દિવસે ગંગા સ્નાન કરી પૂજા કરવાથી સાધકની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે, સાથે જ પિતૃઓને નિમિત્ત દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ તિથિને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે શુભ માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓ અને સરોવરમાં સ્નાન કરી તલનું તર્પણ પણ કરે છે.

માગશર અમાસના દિવસે સ્નાન, દાન અને વ્રત
આ દિવસે સવારે જલ્દી જાગીને તીર્થમાં કે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઇએ. શક્યતા હોય તો પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઇે. માગશર અમાસના દિવસે પિતૃઓને તર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે. એટલે પવિત્ર નદી, જળાશય કે કુંડમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો અને તે પછી પિતૃઓનું તર્પણ કરો.

માગશર અમાસના દિવસે સવારે જલ્દી જાગીને તાંબાના વાસણમાં શુદ્ધ જળ, લાલ ચંદન અને લાલ રંગના ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઇએ. તે પછી પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઇએ અને તુલસીના છોડની પરિક્રમા કરવી જોઇએ. આ દિવસે પિતૃઓની શાંતિ માટે ઉપવાસ કરવો જોઇએ અને જરૂરિયાતમંદ લોકોને દાન-દક્ષિણા આપવી જોઇએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow