પ્રસંગમાં ભત્રીજાએ કાકાનો કાઠલો પકડી ‘આજે તો મારી જ નાખવો છે’ કહી ગાળો આપી ધમકી દીધી

પ્રસંગમાં ભત્રીજાએ કાકાનો કાઠલો પકડી ‘આજે તો મારી જ નાખવો છે’ કહી ગાળો આપી ધમકી દીધી

રાજકોટના વાણીયાવાડી શેરી નં. 2માં શ્રીજી જાંબુની સામે વૃંદાવન ખાતે રહેતાં અને નિવૃત જીવન જીવતાં ભરતભાઇ દાનાભાઇ લોખીલ મહિકા ગામની પાસે ઇવેન્‍ટ પાર્ટી પ્‍લોટ પાસે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્‍યારે તેના કૌટુંબિક ભત્રીજા ભાવેશ ઘુસાભાઇ લોખીલે ગાળો દઈ આજે તો તને મારી જ નાખવો છે તેમ કહી કાઠલો પકડી ધમકી આપતાં આજીડેમ પોલીસમાં ફરિયાદ થઈ છે.

જમીને ડીશ મૂકવા જતી વખતે ભત્રીજાએ ધમકી આપી
ભરતભાઈએ ફરિયાદમાં વધુમાં જણાવ્‍યું હતું કે, હું 10 ફેબ્રુઆરીના રોજ સાંજે આશરે સાડા સાતેક વાગ્‍યે રાજકોટ-ભાવનગર હાઇવે રોડ પર આવેલ મહિકા રોડ પર આવેલા ઇવેન્‍ટ પાર્ટી પ્‍લોટમાં અમારા કૌટુંબિક ભાઈ ઘનશ્‍યામભાઇ મેણંદભાઈ લોખીલના પુત્રના લગ્ન હોવાથી ત્‍યાં ગયો હતો. આઠેક વાગ્‍યે જમીને મારી થાળી મૂકવા માટે જતો હતો. ત્‍યારે મારા કૌટુંબિક ભત્રીજા ભાવેશ લોખીલે મારી બાજુમાં આવી જેમ ફાવે તેમ ગાળો બોલતો હતો. આથી હું મારી ડિશ મૂકીને પાર્ટી પ્‍લોટની બહાર જવા નીકળ્‍યો હતો. પાર્ટી પ્‍લોટના દરવાજા પાસે પહોંચતા ભાવેશ, કાના વીરાભાઇ અને એક અજાણ્‍યો શખસ મારી પાછળ આવ્યો હતો.

ભાવેશે મારો કાઠલો પકડ્યો હતો
આ વખતે ભાવેશે મારો કાઠલો પકડ્યો હતો અને મને કહ્યું કે તમે કેમ સમાજમાં મારો અને ઘનશ્‍યામ રાઠોડનો વિરોધ કરો છો? તેમ કહી મને ભાવેશે ગાળો દીધી હતી અને અને આજે તો તને મારી નાખવો છે તેમ કહી કાઠલો પકડ્યો હતો. આ વખતે મારા મિત્ર ગૌતમભાઇ કાનગડ કે જેઓને દૂરથી આવતા જોઇ જતા ભાવેશે મારો કાઠલો મૂકી દેતાં હું ત્‍યાથી જેમ તેમ કરી નીકળી ગયો હતો. ભાવેશ સાથેના કાનાભાઇ અને અજાણ્‍યા શખસે મને કઈ કહ્યું નહોતું. આથી એ બન્ને સામે મારી કોઈ ફરિયાદ નથી.

જયરાજ પ્‍લોટમાં મહિલાનું બેભાન થઇ ગયા બાદ મોત
શહેરના જયરાજપ્‍લોટ 10માં હિંગળાજ કૃપા ખાતે રહેતાં મનિષાબેન મુકેશભાઇ મેર ઘરે સાંજે બેભાન થઈ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબીબે નિષ્‍પ્રાણ જાહેર કર્યા હતાં. હોસ્‍પિટલ ચોકીના તૌફિકભાઇ જૂણાચે જાણ કરતાં એ-ડિવિઝનના મુકેશભાઇ ચરમટાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

ચાર શખસને છરી સાથે ઝડપ્યા
ઢેબર કોલોની શૌચાલય પાસે અટીકા ફાટક પાસેથી નરેશ દલપતભાઇ વઢીયારાને છરી સાથે ડીસીબીના રણજીતસિંહ પઢારીયાએ, શ્રોફ રોડ પરથી દિલાવર ગફારભાઇ શેખને ડીસીબીના દેવશીભાઇ ખાંભલાએ છરી સાથે પકડ્યો હતો. આ ઉપરાંત કાલાવડ રોડ જલારામ પેટ્રોલ પંપ સામે કણસાગરા કોલેજ નજીકથી સાહિલ ઉર્ફે શાયર અમૃતભાઇ મકવાણાને ડીસીબીના અશોકભાઇ ડાંગરે છરી સાથે પકડ્યો હતો. જ્‍યારે જ્‍યુબિલી બાગ પાસેથી સાજીદ ઉર્ફે સાજલો ઇશાકભાઇ આંતરીયાને એ-ડિવિઝનના એમ.વી. લુવા, કેતનભાઇ બોરીચાએ છરી સાથે પકડ્યો હતો.

Read more

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જૂનાગઢના ઘેડ પંથકના ગામડાઓમાં આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિ સર્જા

By Gujaratnow
પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

રમતગમત મંત્રાલયે પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓના નામ સૂચવ્યા છે. આ ખેલાડીઓમાંથી ચાર, મનુ ભાકર, સરબજોત સિંહ, સ્વપ્નિલ કુશલે અને અમન સેહરા

By Gujaratnow
ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. ફેબ્રુઆરીમાં તેમણે એમ કહીને હંગામો મચાવ્યો હતો કે અમેરિકાની સહા

By Gujaratnow