હોળીના દિવસે આ ગામમાં જમાઇને ગદર્ભ પર બેસાડીને ફેરવાય છે, કારણ જાણીને વિચારતા રહી જશો

હોળીના દિવસે આ ગામમાં જમાઇને ગદર્ભ પર બેસાડીને ફેરવાય છે, કારણ જાણીને વિચારતા રહી જશો

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે. અહીં હોળીના દિવસે જમાઈને ગદર્ભ પર બેસાડીને ફેરવવામાં આવે છે.  સૌથી મોટી વાત એ છે કે બીડે જિલ્લામાં 80 વર્ષથી આ પ્રકારની હોળી મનાવવાની પરંપરા ચાલી રહી છે.

બીડમાં અનોખી રીતે હોળી મનાવવામાં આવે
બીડ જિલ્લાના એક ગામમાં આ પ્રકારની હોળી મનાવવાની પરંપરા છે. આ ગામમાં લોકો હોળીના દિવસે તેના નવા જમાઈને ઘરે આવવાનુ નિમંત્રણ આપે છે. બીડ જિલ્લાના આ ગામમાં હોળી પહેલા નવા જમાઈને શોધવામાં આવે છે, જેના નવા નવા લગ્ન થયા હોય. આ અનોખી પરંપરા ગામના જમાઈની સાથે નિભાવવામાં આવે છે. હોળીના દિવસે જમાઈને ગદર્ભ પર બેસાડીને રંગ લગાવવામાં આવે છે અને ફેરવવામાં આવે છે. આ સિવાય લોકો જમાઈને ગિફ્ટ પણ આપે છે.

જાણો કેમ શરૂ થઇ પરંપરા
કહેવામાં આવે છે કે લગભગ 80 વર્ષ પહેલા બીડ જિલ્લાના વિડા યેવતા ગામમાં એક દેશમુખ પરિવાર હતો. આ પરિવારના જમાઈએ હોળીના દિવસે રંગ લગાવવાની ના પાડી દીધી. ત્યારબાદ તેના સસરાએ જમાઈને રંગ લગાવવા માટે મનાવ્યો. ત્યારબાદ તેમણે ફૂલોથી સજાવેલો એક ગદર્ભ મંગાવ્યો અને તેના પર જમાઈને બેસાડીને આખા ગામમાં ફેરવ્યો ત્યારથી આ પરંપરા ચાલી રહી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow