Rana Daggubatiના જન્મ દિવસ પર પત્ની મિહિકાએ સ્પેશિયલ અંદાજમાં કર્યુ વિશ, તસ્વીરો શેર કરી લખ્યો ખાસ મેસેજ
રાણા દગ્ગુબાતી 38મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે
આ ખાસ દિવસની ઉજવણી કરીને તેમની બેટર હાફ મિહિકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર બર્થ-ડે સ્ટાર માટે એક જૂની પોસ્ટ શેર કરી છે. તેમણે રાણા દગ્ગુબાતીના બાળપણથી લઇને અન્ય તસ્વીરો શેર કરી છે.
પત્ની મિહિકાએ દગ્ગુબાતીને ખાસ અંદાજમાં કર્યુ વિશ
તસ્વીરોની સાથે-સાથે મિહિકાએ એક સુંદર નોટ પણ લખી છે, તેમણે લખ્યું, સૌથી પ્રેમાળ બાળકને જન્મ દિવસની શુભેચ્છા. સૌથી સારો દેખાતો વ્યક્તિ. જુઓ તે કેટલો સુંદર છે. મારા જીવનમાં તમારા દ્વારા લાવવામાં આવેલા બધા આનંદ અને ખુશી માટે ધન્યવાદ. હું એક પતિ શોધતી હતી. પરંતુ તેના બદલે એક સૌથી સારો મિત્ર મળ્યો. તમારામાં બધી વસ્તુ છે. હકીકતમાં સારું હોતુ નથી... આઈ લવ યૂ બેબી... તમારા માટે મારા પ્રેમની કોઈ સીમા નથી. તેથી હવે તમે મારા પાગલોની સાથે ફસાઈ ગયા છો જીવન માટે. આવનારું વર્ષ સારું નિવડે અને તમારા બધા સપના હકીકતમાં પરિણમે.
લોકડાઉન દરમ્યાન બંનેએ કર્યા લગ્ન
રાણા દગ્ગુબાતી અને મિહિકાએ 8 ઓગષ્ટ, 2020ના રોજ લોકડાઉન દરમ્યાન લગ્નની પ્રતિજ્ઞા લીધી. સમારોહમાં પરિવારના સભ્યો અને ઉદ્યોગના અમુક નજીકના મિત્રોએ ભાગ લીધો. જેમાં સામંથા રૂથ પ્રભુ, રામ ચરણ અને નાગા ચૈતન્ય સામેલ થયા હતા. જે લોકો નથી જાણતા, આ બંને એકબીજાને છેલ્લાં લાંબા સમયથી જાણે છે. કારણકે મિહિકા રાણા દગ્ગુબાતીની બહેનની સાથે સ્કૂલે ગઇ હતી.