કારતક વદમાં પડતી ચતુર્થીએ ગણાધિપરૂપમાં કરો ગણેશપૂજા

કારતક વદમાં પડતી ચતુર્થીએ ગણાધિપરૂપમાં કરો ગણેશપૂજા

12મી નવેમ્બરે કારતક વદ પક્ષની સંકટ ચોથ છે. કારતક વદમાં પડતી ચોથમાં ગણાધિપ રૂપમાં ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે. સ્કંદ અને બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે આ તિથિએ ગણેશજીની વિશેષ પૂજાની સાથે જ વ્રત રાખવાથી પરેશાનીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂરી થાય છે.

સંકટ કે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશજીની વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવામાં આવે છે. નામ પ્રમાણે જ આ વ્રત હોય છે અર્થાત્ બધા કષ્ટોને હરનારું વ્રત. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશજીની આરાધના અને વ્રત કરવાથી બધા પ્રકારના કષ્ટોથી મુક્તિ મળે છે. સંકષ્ટી ચતુર્થી વ્રત પરણિતાઓ પતિની લાંબી ઉંમર અને સૌભાગ્યવૃદ્ધિ માટે કરે છે, તો કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી વ્રત રાખી સાંજે ભગવાન ગણેશજીની પૂજા કરતી હોય છે.​​​​​​​

વ્રત વિધિઃ ફળાહાર અને દૂધ જ લઈ શકાય છે

સૂર્યોદય પહેલાં ઊઠીને ન્હાઈ લેવું અને સૂર્યને જળ ચઢાવ્યા પછી ભગવાન ગણેશના દર્શન કરવા. ગણેશજીની મૂર્તિની સામે બેસીને દિવસભર વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ. આ વ્રતમાં આખો દિવસ ફળ અને દૂધ જ લઈ શકાય છે. અન્ન ગ્રહણ ન કરવું જોઈએ. આ પ્રકારે વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે. ભગવાન ગણેશજીની પૂજા સવારે અને સાંજે અર્થાત્ બંને સમયે કરવી જોઈએચ. સાંજે ચંદ્નને અર્ઘ્ય આપ્યા પછી વ્રત પૂરું કરવું.​​​​​​​

પૂજા વિધિઃ પહેલાં ગણેશ પૂજા પછી ચંદ્રને અર્ઘ્ય

​​​​​​પૂજા માટે પૂર્વ-ઉત્તર દિશામાં ચોકી સ્થાપિત કરો અને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. ચોકી ઉપર લાલ અને પીળા રંગનું કપડું પાથરી દો. ગણેશજીની મૂર્તિ પર જળ, અક્ષત, દૂર્વા ઘાસ, લાડુ, પાન, ધૂપ વગેરે અર્પિત કરો.

અક્ષત અને ફલ લઈ ગણપતિ સામે પોતાની મનોકામનાઓ રજૂ કરો અને ત્યારબાદ ऊँ गं गणपतये नम: મંત્ર બોલીને પ્રણામ કર્યા પછી આરતી કરો. ત્યારબાદ ચંદ્રને મધ, ચંદન, રોલી મિશ્રિત દૂધથી અર્ઘ્ય આપો, પૂજા પછી લાડુ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow