હે ભગવાન ! સોશિયલ મીડિયા ફેમ છોકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, છત પર લટકી ગઈ

હે ભગવાન ! સોશિયલ મીડિયા ફેમ છોકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, છત પર લટકી ગઈ

છત્તીસગઢના રાયગઢની રહેવાસી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર લીના નાગવંશીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. લીનાની લાશ તેના જ ઘરની છત પર પાઈપથી લટકતી મળી આવી હતી. લીના નાગવંશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. તેના અનેક હજાર ફોલોઅર્સ છે. આ છોકરી ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ વીડિયો અને રીલ્સ માટે ખૂબ જ લોકપ્રિય રહી છે.

ઘરની છત પર ગળેફાંસો ખાધો
26 ડિસેમ્બરની બપોરે તેણે ઘરની છત પર ફાંસો ખાઈ લીધો હતો. ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. માહિતી મળતા પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો.

23 વર્ષની લીના હતી સોશિયલ મીડિયાનો જાણીતો ચહેરો
લીના નાગવંશી લગભગ 23 વર્ષની હતી. તેમણે ઘણા કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર લીનાના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. તે ખૂબ ખુશમિજાજ હતી. પરંતુ અચાનક તેના મોતથી બધાને રડાવી દીધા. આ ઘટનાને કારણે પરિવારના સભ્યો આઘાતમાં છે.

તુનિશા શર્માએ પણ કર્યો આપઘાત
ઉલ્લેખનીય છે ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માએ પણ 24 ડિસેમ્બરે આપઘાત કર્યો હતો જેના આજે અંતિમ સંસ્કાર કરાયા હતા.

આ પહેલા પણ મનોરંજન જગતની ઘણી હસ્તીઓએ કર્યો હતો આપઘાત
મનોરંજન જગતની હસ્તી કે તેમાં કામ કરતા લોકોના આપઘાતની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ ઘણા લોકોએ આપઘાત કર્યો હતો જિયા ખાન, સુશાંત સિંહ રાજપૂત, પ્રત્યુશા બેનરજી સહિતના બીજા ઘણા લોકો સામેલ છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow