આ દેવતાઓને તુલસી અર્પણ કરવાથી જીવનમાં આવી શકે છે મુશ્કેલી, કરવો પડશે તેમના ક્રોધનો સામનો

આ દેવતાઓને તુલસી અર્પણ કરવાથી જીવનમાં આવી શકે છે મુશ્કેલી, કરવો પડશે તેમના ક્રોધનો સામનો

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. ભગવાન વિષ્ણુથી લઈને હનુમાનજી સુધી તુલસીના પાન ચઢાવવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.

પરંતુ કેટલાક દેવતાઓ એવા પણ છે જેમને તુલસીના પાન ચઢાવવાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તેમને તુલસીના પાન અર્પણ કરવાથી તેઓ ગુસ્સે થઈ જાય છે અને વ્યક્તિનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.  

તુલસીના પાન વગર અધુરી છે વિષ્ણુની પૂજા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે. બીજી તરફ કેટલાક દેવતાઓને તુલસી અર્પણ કરવાથી તેઓ ગુસ્સે થઈ જાય છે. આવો જાણીએ કયા દેવતાઓને તુલસી ન ચઢાવવી જોઈએ.

આ દેવતાઓને ભૂલથી પણ ન અર્પણ કરો તુલસી
ધાર્મિક શાસ્ત્રોમાં દરેક દેવી-દેવતાની કેટલીક પ્રિય વસ્તુઓ જણાવવામાં આવી છે. દેવી-દેવતાઓને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી જલ્દી જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને તેના તમામ દુઃખ દૂર થાય છે.  

શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી હરિને તુલસીના પાન ખૂબ જ પ્રિય છે. પરંતુ ભગવાન શિવ અને ગણેશને ભૂલીથી પણ તુલસીના પાન ન ચઢાવો.

આ માટે નથી અર્પિત થતી તુલસી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક વખત ગણેશજી ગંગા નદીના કિનારે તપસ્યા કરી રહ્યા હતા અને ધર્માત્મજની પુત્રી તુલસી વિવાહની ઈચ્છા સાથે યાત્રા પર ગયા હતા. તે ગણેશજીને જોઈને મોહિત થઈ ગયા અને તેમની તપસ્યા તોડી નાખી.

આ પછી ગણેશજીની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હું બ્રહ્મચારી છું એમ કહીને ગણેશજીએ તુલસીના પ્રસ્તાવને નકારી દીધો. આનાથી ગુસ્સે થઈને તુલસીએ ગણેશજીને બે લગ્નનો શ્રાપ આપ્યો.

એટલું જ નહીં એવું પણ કહ્યુ કે ગણેશના લગ્ન એક અસુર સાથે થશે. તુલસીની આ વાત સાંભળીને ગણેશજી પરેશાન થઈ ગયા અને તુલસીની માફી માંગવા લાગ્યા. આવી સ્થિતિમાં ગણેશજીએ તુલસીને કહ્યું કે તમે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને પ્રિય માનવામાં આવશો, પરંતુ ગણેશજીની પૂજામાં તુલસીનો પ્રસાદ ચઢાવવો અશુભ માનવામાં આવશે. આ કારણથી ગણેશજીને તુલસી ચઢાવવામાં આવતી નથી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow