લગ્ન અને કામમાં આવે છે અવરોધો? આજથી જ કરો હળદર સાથે જોડાયેલા આ ઘરેલુ ઉપાય, પછી થશે ચમત્કાર

લગ્ન અને કામમાં આવે છે અવરોધો? આજથી જ કરો હળદર સાથે જોડાયેલા આ ઘરેલુ ઉપાય, પછી થશે ચમત્કાર

તમારું કામ અટકે છે તો હળદર સાથે જોડાયેલા આ ઉપાય કરો

હળદર એક પદાર્થ છે, જેના એક નહીં, પરંતુ અનેક ગુણ છે. હળદરનો ઉપયોગ શાકભાજી બનાવવામાં તો થાય છે, પરંતુ બિમારીની સારવારમાં પણ તેનો પ્રયોગ થાય છે. એટલું જ નહીં, દરેક શુભ કાર્યમાં પણ હળદરના ઉપયોગને જરૂરી માનવામાં આવ્યો છે.

શાસ્ત્રોનુ માનીએ તો ભગવાન વિષ્ણુને હળદર વધારે પ્રિય છે. હળદર સાથે જોડાયેલા ઘણા ઉપાય પણ પ્રચલિત છે. જેનો ઉપયોગ કરવાથી માણસનુ ભાગ્ય ચમકવામાં વાર લાગતી નથી. આવો જાણીએ એવા કયા ઉપાયો છે.

ખરાબ સપના આવવાના બંધ થાય છે

જો તમને રાત્રે ખરાબ સપના આવતા હોય તો તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. તમે હળદરની એક ગાંઠ પર મૌલી બાંધી લો.

ત્યારબાદ આ મૌલીને તમારા ઓશીકાની નીચે રાખીને ઊંઘી જાવ. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ખરાબ સપના આવતા બંધ થાય છે અને માણસને સારી ઊંઘ આવે છે.

અટકેલા કામ થાય છે પૂરા

જો તમારું આપેલુ પાછુ આવતુ નથી અથવા ક્યાક અટકી જાય છે તો તમે થોડા ચોખા લઇને તેમાં હળદર મિક્સ કરો. ત્યારબાદ આ ચોખાને લાલ કપડામાં બાંધીને પોતાના પાકીટમાં રાખો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી ફસાયેલા રૂપિયા પાછા આવે છે.

લગ્નની અડચણ થાય છે દૂર

ઘણા પ્રયાસ કરતા હોવા છતા તમારા લગ્નમાં અડચણો આવી રહી છે. છેલ્લે ટાઈમે આવીને વાત બગડી જાય છે તો તમે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની મૂર્તિ સામે દરરોજ ચપટી ભરીને હળદર અર્પણ કરો.

આ સાથે દર ગુરૂવારે ચણાની દાળ અને હળદરનુ દાન કરો. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારી સમસ્યા દૂર થશે અને લગ્નમાં આવતી અડચણો દૂર થશે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow