નવી આધાર એપમાં ઘેરબેઠાં એડ્રેસ-નામ બદલી શકશો
હવે તમે ઘેરબેઠાં આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી શકો છો. સરકારે નવી આધાર એપમાં આ સુવિધા શરૂ કરી દીધી છે તેમજ સરનામું, નામ અને ઇ-મેલ આઈડી પણ અપડેટ કરવાની સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે. નવી ડિજિટલ સર્વિસની જાહેરાત આધારને રેગ્યુલેટ કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ કરી છે.
આ બદલાવ માટે યુઝર્સને કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. એપ પર OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી બધું જ બદલી શકાશે. આ સર્વિસથી દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, સિનિયર સિટિઝન અને સ્થળાંતર કરનારાઓને સરળતા રહેશે.
UIDAI મુજબ એપ દ્વારા આધારમાં અપડેટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આ માટે કોઈ દસ્તાવેજ કે ફિઝિકલ વિઝિટની જરૂર નથી. આખી પ્રક્રિયા થોડી મિનિટોમાં થઈ જશે.