નવા વર્ષના પ્રથમ દિવસે જ કરો આ શુભ કાર્ય, આખુંય વર્ષ રહેશે માતા લક્ષ્મીજીની અપાર કૃપા, કષ્ટોનો થશે નાશ
બજરંગબલીની ઉપાસના
દુ:ખને હરનારા ભગવાન હનુમાનની વર્ષના પહેલા દિવસે પૂજા કરવી અત્યંત શુભ અને લાભકારી મનાય છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરો અને તેમને આકડાની માળા ચઢાવો. માન્યતા છે કે આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે.
.jpg)
દાન-દક્ષિણા પણ છે ફાયદાકારક
વર્ષના પહેલા દિવસે દાન-દક્ષિણાનુ મહત્વ વધારે હોય છે. આ દિવસે કોઈ જરૂરીયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને ધાબળો અથવા ગરમ કપડા દાન કરવા શુભ માનવામાં આવે છે. જેની સાથે ચોખા, દૂધ વગેરેનુ દાન પણ ફાયદાકારક પરિણામ આપે છે. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે અને ઘરનુ વાતાવરણ પણ સુખદ રહે છે.

સૂર્ય પૂજા છે સુખ-સમૃદ્ધીનુ કારક
જ્યોતિષ મુજબ સૂર્યને જળ અર્પણ કરવાથી વ્યક્તિના બધા રોગ દૂર થાય છે અને સાથે દરિદ્રતા પણ દૂર થાય છે. આમ તો સૂર્યદેવને દરરોજ સવારે જળ અર્પણ કરવુ જોઈએ. પરંતુ જો તમે આવુ કરી શકતા નથી તો પ્રયાસ કરો કે વર્ષના પહેલા દિવસે સૂર્યને પાણી અવશ્ય અર્પણ કરો.

શ્રી યંત્ર કરો ઘરમાં સ્થાપિત
જ્યોતિષ મુજબ જો તમે ધન, યશ અને વૈભવ માંગો છો તો ઘરમાં શ્રી યંત્રની સ્થાપના કરો અને દરરોજ તેની પૂજા કરો. પૂજા માટે દરરોજ સવારે સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર પહેરો અને ત્યારબાદ ગંગાજળથી યંત્રને સ્નાન કરાવો. આ સાથે ઓમ શ્રીં ર્હીં શ્રીં નમ: મંત્રનો જાપ પણ કરો.

(અહીં આપવામાં આવેલી જાણકારીઓ ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનુ કોઈ પણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. જેને સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.)