હવે ઘરે બેઠા જ OTT પર નિહાળી શકશો ફિલ્મ 'Kantara', એ પણ હિંદીમાં, ફટાફટ નોટ કરી લો આ તારીખ

હવે ઘરે બેઠા જ OTT પર નિહાળી શકશો ફિલ્મ 'Kantara', એ પણ હિંદીમાં, ફટાફટ નોટ કરી લો આ તારીખ

ફિલ્મ 'કાંતારા'ને ઓટીટી પર ઉતારવામાં આવી

હાલમાં ભારતીય બૉક્સ ઑફિસ પર સાઉથ ફિલ્મોની બોલબોલા છે. આવી એક ફિલ્મ કાંતારા છે, જેની ચર્ચાઓ દરેક બાજુએ છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે અને પછી તેને ઓટીટી પર ઉતારવામાં આવી. જો કે, ઓટીટી પર અત્યાર સુધી તેને તેલુગુ, મલયાલમ અને તામિલ ભાષામાં રીલીઝ કરવામાં આવી હતી.

હિન્દીમાં OTT પર ધૂમ મચાવવા તૈયાર

હવે ઓટીટી પર એમેઝોન પ્રાઈમ વીડિયો પર તેને હિન્દી ભાષામાં રીલીઝ કરાઈ રહી છે. સાઉથ સ્ટાર રિષભ શેટ્ટીની આ ફિલ્મ થિયેટર્સમાં ધમાલ મચાવ્યાં બાદ હવે હિન્દીમાં ઓટીટી પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. રિષભે મંગળવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતા કાંતારા હિન્દીની રીલીઝ ડેટનો ખુલાસો કર્યો.

9 ડિસેમ્બરે થશે રીલીઝ

ઉલ્લેખનીય છે કે કાંતારા હિન્દીમાં 9 ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ પર રીલીઝ થવાની છે, જો કે, આ હિન્દીની જાહેરાત અભિનેતા દ્વારા ખૂબ રોચક પદ્ધતિથી કરવામાં આવી છે. વીડિયોમાં રિષભને એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે કાંતારા હિન્દીમાં ક્યારે રીલીઝ થશે. રિષભ આ સવાલથી થાકી જાય છે અને સોફા પર બેસી જાય છે ત્યારે દરવાજા પર એક કુરિયરવાળો રિષભ માટે કઈક લઇને આવે છે, અને અભિનેતાને જોતા જ એવો સવાલ પૂછે છે કે કાંતારા હિન્દીમાં ક્યારે આવી રહી છે?

ફિલ્મ અસ્પષ્ટ રીતિ-રિવાજ, પરંપરાઓ પર આધારિત

આ સવાલથી કંટાળીને આખરે રિષભ કાંતારા હિન્દીની જાહેરાત કરે છે. સોશિયલ મીડિયામાં રિષભનો આ વીડિયો છવાયેલો છે. મહત્વનું છે કે લગભગ 16 કરોડ રૂપિયાના ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ અસ્પષ્ટ રીતિ-રિવાજ, પરંપરાઓ અને સ્થાનિક લોકકથાઓની આસપાસ ફરે છે અને આ ફિલ્મના રાઈટર અને ડાયરેક્ટર જાતે રિષભ પંત છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow