હવે આ ડેરીએ એક ઝાટકે 40 કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો મામલો

હવે આ ડેરીએ એક ઝાટકે 40 કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો મામલો

મહેસાણામાં આવેલ દૂધસાગર ડેરીએ 40 કર્મચારીઓને છૂટા કર્યા છે. જોકે કર્મચારીઓની ટ્રાયલ બેજથી ભરતી કરવામાં આવી હતી. પશુપાલન વિદ્યાપીઠ અભ્યાસક્રમ ઉપર 1 વર્ષથી 40 જેટલા કર્મચારી રાજસ્થાનમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારબાદ કર્મચારીઓનો અભ્યાસક્રમ યોગ્ય ન હોવાનું કારણ આપી છૂટા કરી દેવામાં આવ્યા છે. ઓડિટરના રિપોર્ટ બાદ સંબંધિત વિભાગ દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા એક ઝાટકે 40 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખતા કર્મચારીઓમાં પણ રોષ ફેલાયો છે.


દૂધ સાગર ડેરીએ 24 ડિસેમ્બરે ભાવ વધારા કર્યો હતો
મહેસાણાની દૂધ સાગર ડેરીએ 24 ડિસેમ્બરે ભાવ વધારાની જાહેરાત કરી હતી. દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. પશુપાલકોને કિલો ફેટ દીઠ 750ના બદલે રૂ.770 ચૂકવાશે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટ 20 રૂપિયા વધુ લાભ થશે. નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી નવો ભાવ વધારો અમલીકરણમાં મુકાશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow