હવે ફૂડ ડિલીવરી કંપનીવાળાએ વહેતી ગંગામાં લગાવી ડૂબકી, કાઢી મૂકશે આટલા કર્મચારીઓને

હવે ફૂડ ડિલીવરી કંપનીવાળાએ વહેતી ગંગામાં લગાવી ડૂબકી, કાઢી મૂકશે આટલા કર્મચારીઓને

દેશમાં ઑનલાઈન ફુડ ડિલીવરીની સર્વિસ પૂરી પાડતી કંપની સ્વિગી પણ ટૂંક સમયમાં પોતાના કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. સ્વિગીએ થોડા સમય પહેલાં ફૂડ એન્ડ ગ્રોસરી ડિલીવરી કરનારી કંપની સ્વિગીએ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કર્યાં છે અને સંભવત: ફરી એકવાર આ જ પગલું ભરવા જઈ રહી છે.

8-10% કર્મચારીઓ થશે આઉટ!
Swiggy પોતાના 6000નાં ટોટલ વર્કફોર્શમાંથી 8-10% કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. આ છંટણીનું એક મોટું અને મહત્વનું કારણ ઓછી ફંડિગ હોય તેવું લાગી રહ્યું છે. કંપની આ સ્લોડાઉનથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે જેના પછીથી જ કંપનીમાં વધુ એક રાઉન્ડ છટણીનો કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.  

ખરાબ પર્ફોર્મન્સ?
રિપોર્ટ્સ અનુસાર આ વખતે છંટણી પ્રોડક્ટ, એન્જિનીયર અને ઑપરેશન ડિપાર્ટમેન્ટ્સનાં એમ્પ્લોઈઝ પર સૌથી વધુ પ્રભાવ પડ્યો છે. Swiggyએ કહ્યું છે કે તે પોતાના IPO લાવવાથી પહેલા ઑપરેશલી પઑફિટેબલ થવાનો ટારગેટ બનાવી રહી છે. હાલમાં ટેક સ્ટૉક્સનાં ખરાબ પર્ફોર્મન્સનાં લીધે આ વર્ષનાં લેટર હાલ્ફમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી.

કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું...
વર્ષ 2022માં કંપનીએ પોતાના પર્ફોર્મન્સ રિવ્યૂને પૂરું તો કર્યું પરંતુ તેવા પછી પણ કર્મચારીઓનાં પર્ફોર્મન્સમાં સુધારાનાં પ્લાનની અંતર્ગત રાખવામાં આવ્યું. સ્વિગીનાં કર્મચારીઓ પર કામનું ઘણું ભારણ જોવા મળ્યું છે કારણકે મેનેજમેન્ટ સ્વિગીમાં કામ કરનારી ટીમોમાં પણ બદલાવો કરી રહી છે.

Swiggyને થયો Loss...
રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2022માં સ્વિગીનું નુક્સાન બેગણું વધીને 3,628.90 કરોડ રૂપિયા રહ્યો. સ્વિગીને આ નુક્સાન પોતાના ગ્રોસ રેવેન્યૂ વધારવાને કારણે ભોગવવો પડ્યો છે. આ જ વર્ષમાં સ્વિગીનો ગ્રોસ રેવેન્યૂ 124% વધીને 5705 કરોડ રૂપિયા રહ્યો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow